IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી હજુ પણ પ્લેઓફમાં આવી શકે, બસ આ કામ કરવું પડશે

નવી દિલ્હી: આઈપીએલ 2024ની 50 મેચ પુરી થઈ ગઈ છે. પણ હજુ પણ કોઈ પણ ટીમ પ્લેઓફમાં રમશે તે નક્કી નથી થયું. પોઈન્ટ ટેબલ પર ટોપ પર ચાલી રહેલી રાજસ્થાન રોયલ્સ 16 વિશે હજુ એવી ગેરેન્ટી આપી શકાય નહીં. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં નવ અને 10માં નબરની ટીમ મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પણ હજુ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. ફક્ત 14 પોઈન્ટ સુધી જ નહી પણ પ્લેઓફમાં પણ પહોંચી શકે છે. આવો જાણીએ કેવી રીતે..

આઈપીએલ પોઈન્ટ ટેબલમાં હાલ રાજસ્થાન રોયલ્સ 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. ત્યાર બાદ કોલાકાતા નાઈટરાઈડર્સ, લખનઉ સુપરજાયંટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 12-12 પોઈન્ટ લઈને ક્રમશ: બીજા અને, ત્રીજા અને ચોથા નંબર પર છે. ત્યાર બાદ ચેન્નઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટક્લસના 10-10 પોઈન્ટ થઈ ચુક્યા છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટંસના 8-8 પોઈન્ટ છે. આ બધા છતાં મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલેન્જર્સ બેંગુલુરની ટીમ છે, જેમની પાસે 6-6 પોઈન્ટ છે.

ટૂર્નામેન્ટમાં હવે 20 લીગ મેચ બાકી છે. જો રાજસ્થાન રોયલ્સ અને કોલાકાતા નાઈટરાઈડર્સ પોતાની બધી મેચ જીતી લે તો આ બંને 20થી વધારે પોઈન્ટ લઈને પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. ત્યાર બાદ જો લખનઉ અને હૈદરાબાદની ટીમ પોતાની બધી મેચ હારી જાય. આવું થવા પર લખનઉ અથવા હૈદરાબાદના 14 પોઈન્ટ થઈ જશે, જે પ્લેઓફની રેસમાં બની રહેશે.

જો આ બધું થઈ જાય અને લખનઉ સુપરજાયંટ્સ અથવા સનરાઈઝર્સ હૈદરાબાદમાંથી કોઈ એકના 14 પોઈન્ટ થઈ જાય તો મુંબઈ ઈંડિયંસ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલુરુનો રસ્તો પણ ખુલી શકે છે. પણ તેના માટે મુંબઈ ઈંડિયંસ અને આરસીબીએ પોતાની બધી મેચ જીતવી પડશે. જો આ ટીમ પોતાની બધી મેચ જીતી જાય તો તેમના પણ 14 પોઈન્ટ થઈ જાય.

જો કેકેઆર હારી જાય તો મુંબઈ
જો મુંબઈ ઈંડિયંસની ટીમ કોલાકાતા નાઈટરાઈડર્સથી હાર જાય છે ત્યારે પણ તે ટોપ 4માં રહેવાની આશા બની રહેશે. પણ તેના માટે એ જ બધા સમીકરણ લાગૂ પડશે, જે ઉપર બતાવ્યા છે. આવુઁ થવા પર મુબઈ ઈંડિયંસ સહિત 7 ટીમો એક બરાબર 12 પોઈન્ટ થશે અને પ્લેઓફમાં સારી રનરેટવાળી ટીમ જશે. આરસીબી માટે આ સમીકરણ કામના રહેશે.

Scroll to Top