IPL 2024 CSK vs GT: 22 વર્ષના યુવા બેટ્સમેને સચિનનો રેકોર્ડ તોડી નાંખ્યો, સદી ઠોકી જશ્ન મનાવ્યો

નવી દિલ્હી: 22 વર્ષના બેટર સાઈ સુદર્શને આઈપીએલનો વર્ષો જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાત ટાઈટંસના ઓપનર સાઈ સુદર્શે શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સ વિરુદ્ધ સદીની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમ્યાન આઈપીએલમાં તેણે પોતાના 1000 રન પુરા કર્યા. સાઈ સુદર્શન આઈપીએલમાં સૌથી ફાસ્ટ 1000 રન પુરા કરનારો ભારતીય ખેલાડી બની ગયો છે.

આઈપીએલમાં શુક્રવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટંસની મેચ રમાઈ ગઈ. આઈપીએલ 2024ની 59મી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે ટોસ જીતીને ગુજરાત ટાઈટંસને પહેલા બેટિંગ માટે બોલાવ્યો. મેજબાન ગુજરાત ટાઈટંસે ઓપનર્સ સાઈ સુદર્શન અને શુભમન ગિલે આ મોકો હાથમાંથી જવા ન દીધો અને એવી પાર્ટનરશિપ બનાવી , જે આઈપીએલ 17મી સીઝનમાં ઈતિહાસ બની જશે.

શુભમન ગિલ અને સાઈ સુદર્શને બંનેએ આ મેચમાં સદી ફટકારી હતી. બંનેએ 50-50 બોલ પર સદી પુરી કરી. શુભમન ગિલની આઈપીએલમાં આ છઠ્ઠી સદી છે. તો સાઈ સુદર્શે પહેલી વાર સદી ફટકારી છે. સાઈ સુદર્શે 51 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો. જ્યારે ગિલે 55 બોલ પર 104 રનની ઈનિંગ્સ રમી.

સચિન-ઋતુરાજના રેકોર્ડ તૂટ્યો
સાઈ સુદર્શનની આઈપીએલમાં 25મી ઈનિંગ્સ હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં આઈપીએલના 1000 રન પુરા કર્યા. સાઈ સુદર્શન તેની સાથે સૌથી ઓછી ઈનિંગ્સમાં 1000 રન બનાવનારો ભારતીય બની ગયો છે. તેની પહેલા આ રેકોર્ડ સચિન તેંદુલકર અને ઋતુરાજ ગાયકવાડના નામ પર હતો. જેમણે 31મી ઈનિંગ્સમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. ઓવરઓલ રેકોર્ડ શોન માર્શના નામ પર છે.

Scroll to Top