29 મેચ પછી IPLને રોકી દેવાઈ, કોરોનાને કારણે લેવાયો મહત્વનો નિર્ણય

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોનાને કારણે આ વર્ષે ઘણી બધી તકલીફો સહન કરવાનો વારો આપણાને આવ્યો છે. ત્યારે આ વર્ષે ક્રિકેટપ્રેમીઓ માટે હવે એક દુખના સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે BCCI દ્વારા આઈપીએલને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ માહિતી BBCIના વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા રાજીવ શુક્લા દ્વારા આપવામાં આવી છે. કારણકે એક બાદ એક ક્રિકેટરો પોઝિટીવ આવી રહ્યા હતા.

માત્ર બે દિલસમાં સંદીપ વોરિયર, અમિત મિશ્રા, વરુણ ચક્રવતી , રિદ્ધિમાન સાહા તેમજ બોલિંગ કોચ માલાજી સહિત 8 ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટી આવ્યો જેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આઈપીએલને સસ્પેન્ડ કરવામાં આવી છે. કારણકે જો તેને રદ કરવામાં આવશે તો 2 હાજર કરોડનું નુકશાન થાય તેવી પરિસ્થિતી સર્જાશે.

કરોડો રૂપિયાના નુકશાનની અસર ભારતમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ પર પડી શકે છે. કારણકે તેનું આયોજન  ભારત પાસેથી છીનવી લેવામાં આવશે તો BCCIને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે.

આ વર્ષે આઈપીએલની શરૂઆતમાંજ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. જેમા કેકેઆરની ટીમમાંથી નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સમાંથી દેવત્ત , દિલ્હીનો અક્ષર પટેલ વગેરે જેવા ખેલાડીઓ સંક્રમિત થયા હતા. મુંબઈમાં જે મેચ રમાવાની હતી તેને લઈને ચીંતાનું વાતાવરણતો હતું. કારણકે સંક્રમીત થયેલ બાલાજી ઘણા લોકોના સંપર્કમાં આવ્યો હતો.

બીજી તરફ સનરાઈઝર્સના ઋદ્ધિમાક સાહા નો કોરોના રિપોર્ટ લપણ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે લોકોમાં પહેલાથી ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. આ પહેલા કોરોનાને કારમે અશ્વિન સહિત 4 ખેલાડીઓએ આઈપીએલમાંથી દૂર જવાનો નિર્ણય લીધો હતો. જેમા તેણે એવું કહ્યું હતું કે કૌટુંબિંક કારણોને કારણે તે આઈપીએલથી દૂર થી રહ્યો છે.

ઉપરાંત ઓસ્ટ્રેલિયાના 3 ક્રિકેટરો પણ આ વખતની આઈપીએલ સિઝન છોડી ચુક્યા છે. જેના કારણે આ વર્ષે આઈપીએલની સીઝન ઘણી વીવાદોમાં રહી છે. ઓસ્ટ્રેલિયાના જે ખેલાડીઓએ સિઝ છોડી તેમા રાજસ્થાન રોયલ્સમાંથી એન્ડ્રયુ ટાઈ, આરસીબીમાંથી કેન રિચર્ડ,ન અને એડન જામ્પા શામેલ છે.

ઉલ્લેખનીય છે આઈપીએલ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેના કારણે ઘણા ખરા બહારના ખેલાડીઓ હજુ પણ ભારતમાં ફસાઈ ગયા છે. જોકે આ મામલે BBCI દ્નારા કહેવામાં આવ્યું છે કે આ લીગ સમાપ્ત થાય ત્યારબાદ બધાજ ખેલાડીઓને સુરક્ષીત રીતે તેમના ઘરે પહોચાડવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો