તાલીબાનની વચ્ચે આઈએસ સંગઠનને લઈને સમાચાર સામે આવ્યા છે. ઇરાકમાં આતંકી સંગઠન આઇએસ ફરી સક્રિય બન્યું છે. આઇએસ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ એક આતંકી હુમલામાં 13 પોલીસકર્મીઓના મોત થયા છે. આતંકીઓએ અહીંના ચેકપોઇન્ટ પર આવીને અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા.
જ્યારે ઇરાકના કીરકુક પ્રાંતમાં સાતિહા ગામ પાસે આવેલી ચેકપોઇન્ટ પર આ ગોળીબાર થયો હોવાની જાણકારી સામે આવી છે. હુમલા પાછળ આઇએસ નામના આતંકી સંગઠનનો હાથ હોવાનું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું.
તેમ છતાં આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ પણ આતંકી સંગઠન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો નથી. જ્યારે જે પ્રાંતમાં આ હુમલો થયો તેને ઇરાકનો ઉત્તર ભાગનો રહેલો છે જે અવારનવાર આઇએસના નિશાના પર રહેતું હોય છે.
જ્યારે આ વિસ્તારમાં ઇરાક પોલીસ અને સૈન્ય અવાર નવાર આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવતા રહે છે. જેને ધ્યાનમાં રાખતા બદલો લેવા માટે આતંકીઓએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ દ્વારા માનવામાં આવી રહી છે.
તાજેતરમાં ઇરાકમાં આઇએસનું પ્રભુત્વ નબળુ પડી ગયું છે તેમ છતાં ઉત્તર ભાગમાં હજુ પણ આઇએસ સક્રિય રહેલ છે. જે પ્રાંતમાં આ હુમલો થયો ત્યા મોટા પાયે આતંકી કેમ્પો રહેલા છે જેના પર હવે સૈન્ય દ્વારા નજર રાખવામાં આવી રહી છે.