આખરે મળી ગયો એ વ્યક્તિ… જે કરી રહ્યો છોકરીઓની તસવીરો વાયરલ, ઇરફાન પઠાણે કર્યો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી બીજી વખત ટાઈટલ જીત્યું. ઇંગ્લિશ ટીમ માટે આ મેચમાં જીતનો હીરો સેમ કરન હતો, જેણે અણનમ 52 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મદદ કરી હતી.

આ ફાઈનલની સમાપ્તિ સાથે ભારતીય કોમેન્ટેટર્સને પણ થોડો આરામ મળ્યો કારણ કે ભારતીય કોમેન્ટેટરો સમગ્ર વિશ્વ કપ દરમિયાન સખત મહેનત કરતા જોવા મળ્યા હતા. આ આખા વર્લ્ડ કપ દરમિયાન ઘણી ફની પળો જોવા મળી હતી અને તેની સાથે તમે એ પણ જોયું હશે કે સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો પણ મેચ પછી ખૂબ વાયરલ થયા હતા, તો આજે અમે તમને જણાવીએ છીએ કે ફેન્સને વાયરલ કરનાર કોણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેચમાં વાયરલ થયેલ લોકોમાં મોટાભાગની છોકરીઓ હતી.

ઈંગ્લેન્ડની જીત બાદ ઈરફાન પઠાણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કેમેરામેન સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં પઠાણ જણાવે છે કે આ એ જ કેમેરામેન છે જે છોકરીઓને વાયરલ કરે છે. પઠાણ આ વીડિયોમાં કહે છે, આ પછી કેમેરામેન પણ કહે છે કે તેની વાત પર ન જાઓ. હાલમાં ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફાઈનલ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 137 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડ સામે 138 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ઈંગ્લિશ ટીમે 19મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો