શું સલમાનને મળેલી ધમકીમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ છે? ગેંગસ્ટરે આપ્યો જવાબ

બોલિવૂડના ભાઇ અને સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર એક ધમકી પત્ર મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારી (સલમાન ખાન) હાલત પણ મૂસાવાલા જેવી થશે. આ પત્ર મળ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસ પણ તપાસમાં સામેલ છે અને આ કડીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈએ કહ્યું છે કે આ પત્રમાં તેનો કોઈ હાથ નથી. તેણે કહ્યું કે તેને ખબર નથી કે ધમકી કોણે આપી છે. તમને જણાવી દઈએ કે પત્રમાં LB અને GB લખવામાં આવ્યું હતું, GB એટલે ગોલ્ડી બ્રાર. લોરેન્સ બિશ્નોઈનું કહેવું છે કે ગોલ્ડીને સલમાન સાથે કોઈ દુશ્મની નથી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બની શકે છે કે તેના (ગોલ્ડી બ્રાર)ના નામ પર કોઈએ આ કાંડ કર્યું હોય અથવા તે કોઈ અન્ય ગેંગનું કામ હોય. તમને જણાવી દઈએ કે પંજાબી સિંગર મૂસાવાલાની ગયા મહિને હત્યા કરવામાં આવી હતી. કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન ખાનના પિતા સલીમ ખાનને આ પત્ર એક બેન્ચ પર મળ્યો હતો, જ્યાં તેઓ દરરોજ જોગિંગ કર્યા પછી બેસે છે. તેમાં જીબી અને એલબીનો ઉલ્લેખ હતો. GB નો અર્થ ગોલ્ડી બ્રાર હોઈ શકે, બાદમાં સ્પેશિયલ સેલની કસ્ટડીમાં રહેલા લોરેન્સ બિશ્નોઈના સંદર્ભ જેવું લાગે છે.

સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે

જોકે, એ ખબર નથી કે આ પત્ર પાછળ બિશ્નોઈનો હાથ છે કે પછી કોઈએ તેમના નામનો ઉપયોગ તોફાન કરવા માટે કર્યો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ કહ્યું કે અમે ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને જરૂરી પગલાં લઈશું. અભિનેતાની સલામતી અંગે અમે જાહેરમાં ટિપ્પણી કરી શકતા નથી.

આ દરમિયાન સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ સલમાનના ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. લોરેન્સ બિશ્નોઈએ 2011માં આવેલી ફિલ્મ ‘રેડી’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર હુમલાની યોજના બનાવી હતી, પરંતુ હથિયારોની સમસ્યાને કારણે તે નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ ગેંગસ્ટર નરેશ શેટ્ટીને અભિનેતા પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

Scroll to Top