20 વર્ષ પહેલા બગીચાને સજાવવા મહિલાની અર્ધનગ્ન મૂર્તિ ખરીદી, સત્ય સામે આવતાં હોશ ઉડી ગયા

કેટલાક લોકોને જૂની વસ્તુઓ ખુબ જ ગમતી હોય છે. પોતાના ઘરને સજાવવા માટે તે જૂની વસ્તુઓ ખરીદે છે અને લાવે છે. એક યુગલને પણ જૂની મૂર્તિઓ પ્રત્યે આવો જ પ્રેમ હતો અને 20 વર્ષ પહેલા આ કપલ પોતાના બગીચાને સજાવવા માટે અર્ધ નગ્ન મૂર્તિ લાવ્યા હતા. ત્યારબાદ કપલે આ અર્ધ નગ્ન મૂર્તિ માત્ર 5 લાખમાં ખરીદી હતી. જોકે હવે આ મૂર્તિનું સત્ય સામે આવતાં દંપતીના હોશ ઉડી ગયા છે.

5 લાખમાં મૂર્તિ ખરીદી હતી

‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ મુજબ બ્રિટિશ દંપતીએ 20 વર્ષ પહેલા પોતાના બગીચાને સજાવવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે બજારમાંથી સફેદ રંગની જૂની અને અર્ધ નગ્ન મૂર્તિ ખરીદી હતી. આ મૂર્તિમાં એક મહિલા દેખાઈ રહી છે જે તેનું માથું પથ્થર પર ટેકી સૂતી જોવા મળે છે. મહિલા મૂર્તિમાં ઉદાસ થઈને પડેલી જોવા મળે છે. દંપતીએ તેને 5 લાખ રૂપિયામાં ખરીદી હતી. હવે 20 વર્ષ પછી આ મૂર્તિનું સત્ય સામે આવ્યું છે.

ખરેખરમાં આ મૂર્તિ ઘણા વર્ષોથી દંપતીના બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી. આ દરમિયાન જે પણ તેમના બગીચામાં આવતા તે કહેતા કે આ ખૂબ જ અનોખી મૂર્તિ છે. આ પછી દંપતીએ નિષ્ણાત પાસેથી મૂર્તિની તપાસ કરાવવાનું વિચાર્યું હતું. જ્યારે નિષ્ણાતે આ મૂર્તિની તપાસ કરી તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે કોઈ સમાન્ય શિલ્પ ન હતું પરંતુ મહાન ઈટાલિયન નિયોક્લાસિકલ કલાકાર એન્ટોનિયો કેનોવાની શ્રેષ્ઠ કૃતિ હતી.

કિંમત 50 થી 80 કરોડ છે

એન્ટોનિયો કેનોવાએ આ પ્રતિમા 200 વર્ષ પહેલા 1800ની આસપાસ બનાવી હતી. નિષ્ણાતે આ મૂર્તિની કિંમત 50 કરોડથી 80 કરોડ કરી છે. નિષ્ણાંતોના મતે આ મૂર્તિ મેરી મેગડાલિનની છે. મેરી મેગડાલીન ઈસુ ખ્રિસ્તની અનુયાયી હતી. આ પ્રતિમા સૌપ્રથમ વર્ષ 1819માં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન લોર્ડ લિવરપૂલ દ્વારા કમિશન કરવામાં આવી હતી. આ મૂર્તિ હવે 7 જુલાઈએ વેચવામાં આવશે.

Scroll to Top