આજથી વર્ષો પેહલા શું તમને ખબર છે કે કેવી રીતે ઉજવાતો હતો ગણેશ ઉત્સવ, જાણી ને તમે પણ વિશ્વાસનહી કરો. દર વર્ષે શહેરની પોલીસ ગણેશ ચતુર્થી ઉત્સવ દરમિયાન રાત્રે 10 વાગ્યા પછી મ્યુઝિક ન વગાડવા માટે ઓર્ગેનાઈઝર્સ સાથે સંઘર્ષમાં આવે છે.
મોડી રાત સુધી ચાલતા DJ મ્યુઝિકને કારણે અનેક લોકો હેરાન થાય છે અને આને કારણે કોમી હિંસા પણ ફાટી નીકળી હોવાના બનાવો બન્યા છે. જો તમને એવુ લાગતુ હોય કે પોલીસ છેલ્લા થોડા જ વર્ષોથી કડક પગલા લે છે તો તમારે ઈતિહાસના પાના પલટાવવા જોઈએ.
એક સદી પહેલાથી 10 વાગ્યાની ડેડલાઈન નિશ્ચિત કરવામાં આવી હતી. એ સમયના વડોદરાના દૂરંદેશી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ગણેશોત્સવ માટે ખાસ નિયમો બનાવ્યા હતા. જેથી લોકોને તકલીફ ન પહોંચે. એ સમયે ઘોડા પર સવાર પોલીસ અને ગાર્ડ ગણેશજીની મૂર્તિની સ્થાપના થઈ હોય એવા જાહેર સ્થળોએ સતત પહેરો ભરતા.
10 વાગે લાઉડ સ્પીકર ફરજિયાત બંધ કરી દેવામાં આવતા હતા. સયાજીરાવે આખા બરોડા માટે નવા અને આકરા નિયમ બનાવ્યા હતા. એ સમયે બરોડા રાજ્ય ભાવનગરમાં દ્વારકાથી સોનગઢ અને ઉત્તર ગુજરાતમાં ઈડરથી દક્ષિણમાં નવસારી સુધી ફેલાયેલુ હતુ.
ગાયકવાડ પોતે ગણેશજીના ભક્ત હતા પરંતુ તેમણે એ વાતની ખાતરી કરી હતી કે ધાર્મિક લાગણીના નામે સમાજવિરોધી તત્વો તેનો લાભ ન ઉઠાવે. મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર જીતેન્દ્રસિંહ ગાયકવાડ જણાવે છે, “એ સમયના લોકો ઘણા ધાર્મિક હતા અને બધી જ વિધિનું પાલન કરતા હતા. આખા બરોડામાં અનેક જગ્યાએ ગણેશ પંડાલ હતા.
પરંતુ તહેવાર દરમિયાન કડક નિયમોનું પાલન થતુ. 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર અને મ્યુઝિકની પરવાનગી નહતી. ગાયકવાડે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું, ગણેશ આરતી સાંજે થતી અને 10 વાગે ભક્તો વિખરાઈ જતા.
એ સમયે 10 વાગ્યાની ડેડલાઈનનો અમલ કરાવવા ઘોડા પર સવાર પોલીસ આખા શહેરમાં પહેરો ભરતી. ગમે તેટલી પહોંચ ધરાવતા ઓર્ગેનાઈઝર્સને પણ આ ડેડલાઈન ક્રોસ કરવાની પરવાનગી નહતી. તેમણે જણાવ્યું કે આ ડેડલાઈન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને તહેવારની મર્યાદા જાળવવા માટે હતી.
વિસર્જન પછી પંડાલના વ્યવસ્થાપકો માટે રસ્તો સાફ કરવો ફરજિયાત હતો.સયાજીરાવે એ સમયે ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પણ નક્કી કરી હતી. દર વર્ષે ઓથોરિટી અને ઓર્ગેનાઈઝર્સ વચ્ચે આ મુદ્દે ઘર્ષણ થાય જ છે. એ સમયે ગણેશજીની પાંચથી છ ફૂડ કરતા ઊંચી પ્રતિમા બનાવવાની પરવાનગી કોઈને નહતી.
તેનું કારણ ધાર્મિક પણ હતુ અને વ્યવહારુ પણ. એ સમયે પ્રતિમાના વિસર્ન માટે કોઈ મશીનનો ઉપયોગ કરવામાં નહતો આવતો.
ગાયકવાડાના સમયમાં ગણેશજીની પ્રતિમા બનાવનાર પરિવારના સભ્ય મંગેશ ચવાણ જણાવે છે, “એ સમયે ગણેશજીની પ્રતિમા સાવ સાદી અને માટીની બનતી હતી. પંડાલ પણ સાવ સાદા હતા અને આજથી વિરુદ્ધ ઉજવણી પણ ખૂબ ગ્રેસફૂલ રીતે થતી હતી.” આ વર્ષ ગણેશઉત્સવ ના નિયમ બદલવામાં આવ્યા છે.
જે તમારે જાણવા ખુબજ જરૂરી છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે કે પરમિટમાં દર્શાવેલ સ્થળ કરતાં અન્ય સ્થળે મૂર્તિ વિસર્જન કરવા પર તથા પરમિટમાં દર્શાવેલ રૂટ કરતાં અન્ય રૂટ પર શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ છે.
ગણેશ મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશજીની પ્રતિમાઓ સ્થાપિત કરીને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.
અને તે પછી તે મૂર્તિઓનું વિસર્જન નદી/તળાવમાં કરવામાં આવતું હોય છે. આ મૂર્તિઓના નદી/તળાવમાં વિસર્જનથી પર્યાવરણને નૂકસાન પહોંચતું હોય છે.
આથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પી.ઓ.પીની મૂર્તિઓ નદી/તળાવના કિનારે પૂજનવિધિ કરી કિનારે રાખવી. તેને નદી કે તળાવમાં પધરાવવી નહીં તેમ જણાવ્યું છે.
મૂર્તિની બનાવટમાં બીજા ધર્મની લાગણી દુભાઇ તેવા ચિન્હો કે નિશાની લગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ગણેશજીની મૂર્તિઓ સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો વધેલી તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકશે નહીં.
ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત ‘’૯’’ ફૂટથી મોટી તથા પી.ઓ.પી ની મૂર્તિ બેઠક સહિત ‘’૫’’ ફૂટથી મોટી બનાવવાં, વેચવા, વિસર્જન અને સ્થાપના કરવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ધાર્મિક તહેવારોમાં ઇકો ફ્રેન્ડલી મટીરીયલ્સમાંથી મૂર્તિઓ બનાવી શકાશે અને તેમાં કુદરતી કલરનો જ ઉપયોગ કરી શકાશે.
પરમિટમાં દર્શાવેલ સ્થળ કરતા અન્ય સ્થળે મૂર્તિ-વિસર્જન કરવા પર તથા પરમીટમાં દર્શાવેલ રૂટ કરતા અન્ય રૂટ પર શોભાયાત્રા કઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
મૂર્તિ વિસર્જન માત્ર મ.ન.પા. દ્વરા નિર્મિત કુંડમાંજ કરી શકાશે.સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત વિસ્તારમાં આ પ્રતિબંધ તા. 22-08-2019 થી તા. 13-09-2019 ના 24:00 કલાક સુધી અમલી રહેશે તેમ પોલીસ કમિશનરે જાહેરનામામાં જણાવાયું છે.
ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.૨ સપ્ટેમ્બરના રોજ ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સૃથાપના થનાર છે અને તા.12 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે.
કોર્ટના આદેશ મુજબ પર્યાવરણને નુકસાન ના થાય તે હેતુસર પોલીસ કમિશનર દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ગણેશજીની માટીની મૂર્તિની બેઠક સહિત નવ ફૂટ કરતાં વધારે ઉંચાઇની મૂર્તિ બનાવવા તથા વેચવા તથા સૃથાપના કરવા તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.
તેમજ ગણેસજીની પીઓપીની મૂર્તિઓ બેઠક સહિત પાંચ ફૂટથી વધારે ઉંચાઇની બનાવવા તેમજ વેચવાપર પણ પ્રતિબંધ ફરવવામાં આવ્યો છે. ઉપરાંત નદી, તળાવ, સહિત કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પણ પ્રતિબંધ છે. ઉપરાંત મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે મૂર્તિઓ રાખે છે.
તે જગ્યાની આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ મૂર્તિ રોડ પર જાહેરમાં ખુલ્લી જગ્યાએ રાખવી નહી. અને વધેલી મૂર્તિઓ તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાંમૂકવા ઉપર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.
કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઇપણ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા કે ખરીદવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરમીટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડો સિવાયના જળસ્ત્રોતમાં વિસર્જન કરી શકાશે નહી.
તો આ વર્ષ ગણેશ ઉત્સવ અને વિસર્જન દરમિયાન આ નવા નિયમો જાણવા અને તેનો અમલ કરવો ખુબજ જરૂરી છે. આ નવા નિયમો અનુસાર જ તમારે મૂર્તિ લેવાની રહશે અને તેને યોગ્ય જગ્યા એ વિસર્જન કરવાનું રહેશે.