BollywoodEntertainment

સુકેશ સાથે ફોટો વાયરલ થયા પછી જેકલીને કહ્યું- મારી અંગત તસવીરો…

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક દિવસોથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. ત્યારે હવે સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. આ તસવીરમાં સુકેશ જેકલીનના ચહેરા પર કિસ કરી રહ્યો છે, જ્યારે જેકલીનના ગળા પર એક નિશાન પણ દેખાઈ રહ્યું છે, જેને ચાહકો લવ બાઈટ કહી રહ્યા છે.

આ તસવીર વાયરલ થયા બાદ જેકલીને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જેકલીને દેશ અને દેશની જનતા તરફથી ઘણો પ્રેમ મળવાની વાત કરી અને સાથે જ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં તેને દરેકના સાથની જરૂર છે. સાથે જ જેકલીને એમ પણ કહ્યું કે તેના પર્સનલ ફોટો શેર ન કરો.

લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો
જેકલીન તેની પોસ્ટમાં લખ્યું, ‘આ દેશ અને તેની જનતાએ હંમેશા મને અપાર પ્રેમ અને સન્માન આપ્યું છે. આમાં મીડિયાના મારા મિત્રો પણ સામેલ છે, જેમની પાસેથી હું ઘણું શીખી છું. હું અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું, પરંતુ મને ખાતરી છે કે મારા મિત્રો અને ચાહકો મને આમાં સાથ આપશે.’

જેકલીનના ગળા પર લવ બાઈટ!
જેકલીન અને સુકેશની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તસવીરમાં જેકલીન અને સુકેશ આડા પડેલા જોવા મળે છે અને સુકેશ જેકલીનના નાકને કિસ કરી રહ્યો છે, જેકલીન ફોટોમાં ખુશ દેખાઈ રહી છે. આ સાથે તસવીરમાં જેકલીનના ગળા પર વાદળી રંગનું નિશાન દેખાઈ રહ્યું છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ લવ બાઈટ કહી રહ્યા છે.

જેકલીન ભારત છોડી શકે તેમ નથી
જણાવી દઈએ કે તાજેતરમાં જ જેકલીને ક્રિસમસ પર વતન (શ્રીલંકા) જવાની પરવાનગી માંગી હતી પરંતુ તેને મંજૂરી મળી શકી ન હતી. અહેવાલ મુજબ, જેકલીને અંગત અને વ્યાવસાયિક કારણોસર વિદેશ (ભારતની બહાર) જવાની પરવાનગી માંગી હતી. પરંતુ જેકલીનની આ વિનંતી પુરી થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેસની તપાસ ચાલી રહી હોવાથી એજન્સીએ તેમને ના પાડી દીધી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker