કર્ણાટકમાંથી એક ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. કર્ણાટકમાં ડોક્ટર પતિએ ઈન્જેક્શન આપીને પત્નીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. તેમાં પણ જાણવા મળ્યું છે ડોક્ટર હોવા છતાં પતિ કાળા જાદૂમાં વિશ્વાસ ધરાવતો હતો. તેમાં પણ જાણવા મળ્યું છે કે, કાળા જાદૂગરો દ્વારા તેને ખજાના માટે માનવ બલિ આપવા માટેની સલાહ આપવામાં આવી હતી.
ત્યાર બાદ તેણે પત્નીને ઈન્જેક્શનના ઓવરડોઝ આપીને હત્યા કરી નાખી હતી. તેમ છતાં ફોરેન્સિક તપાસમાં ડોક્ટરની કાળી કરતૂત પકડાઈ ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, પત્નીની હત્યાના 9 મહિના બાદ પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, કર્ણાટક જિલ્લાના ન્યામતી તાલુકાના રામેશ્વરા ગામમાં રહેનાર 45 વર્ષીય ડોક્ટર ચન્નકેશપ્પા એક અમીર જમીનદાર હતો અને તેને દારૂ પીવાની ખરાબ કૂટેવ હતી. તે કસીનો અને જુગાર પણ રમતા હતા. આ સિવાય તે કાળા જાદૂમાં વિશ્વાસ પણ કરતા હતા. અને તેના કારણે તે કાળા જાદૂગરોના સંપર્કમાં પણ આવી ગયા હતા. કાળા જાદૂગરો દ્વારા તેને ખજાનો મળશે તેવી સલાહ આપવામાં આવી હતી. પરંતુ આ ખજાના માટે તેને માનવ બલિ આપવી પડશે તેવી વાત પણ કાળા જાદૂગરો દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે ખજાનાની લાલચમાં આવીને ડોક્ટર પતિએ માનવ બલિ આપવાનું નક્કી કરી નાખ્યું હતું. અને આ માનવ બલિ માટે તેણે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. ડોક્ટરની પત્ની શિલ્પાની વાત કરવામાં આવે તે લો બ્લડ પ્રેશરની દર્દી હતી. ત્યાર બાદ તેણે શિલ્પાને ઈન્જેક્શનના ઓવર ડોઝ આપી દીધા હતા. જેના કારણે શિલ્પા ખુબ બીમાર પડી ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ઈન્જેક્શનના ઓવરડોઝના કારણે શિલ્પાનો જીવ ચાલ્યો ગયો હતો. આ ઘટના 11 ફેબ્રુઆરીના રોજ બની હતી.
તેમ છતાં શિલ્પાનું મોત થતા શિલ્પાના માતા-પિતાને શંકા થઈ હતી. આ બાબતમાં તેઓએ શિલ્પાની હત્યા થઈ હોવાની આશંકા રાખી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ પોલીસે શિલ્પાના મોત મામલે તપાસ હાથ ધરી હતી. તેમ છતાં પોલીસની પ્રારંભિક તપાસમાં ડોક્ટર સામે કોઈ પુરાવા મળ્યા નહોતા. ત્યાર બાદ પોલીસ દ્વારા ફોરેન્સિક લેબોરેટરીની મદદ લેવામાં આવી તી. અને ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ચોંકાવનારી જાણકારી સામે આવી હતી કે, ઈન્જેક્શનના ઓવરડોઝ આપવાને કારણે શિલ્પાનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી.