જગત નાં તાત માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત,”જીરો” ટકા વ્યાજે મળશે લોન,જાણીલોઆ લોન વિશે વિગતે.

કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે જાહેરાત કરી છે.ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગોને મૂડી અને વ્યાજની ચૂકવણીમાં ગુજરાત સરકારે રૂા. ૭૬૮ કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે.

કૃષિ પશુપાલન અને મત્સ્યોધ્યોગ પાક ધિરાણ: 24 લાખ ખેડુતોને ‘શુન્‍ય’ ટકા વ્યાજના દરે ધિરાણ મળશે. પાક ધિરાણ ઉપરનું 3% વ્યાજ ભારત સરકાર અને 4% વ્યાજ ગુજરાત સરકાર ચુકવશે – 410 કરોડ દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડુતને દર મહિને 900 લેખે વાર્ષિક 10800ની આર્થિક સહય

66.50 કરોડ કૃષિ અર્થતંત્રને વેગ આપવાના હેતુ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જિવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કિટમાં 75 ટકા સહાય – 13.50 કરોડ વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ 30000 સહાય – 350 કરોડ ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50000 થી 75000 સુધીની સહાય મળશે.

50 કરોડ કુદરતી આફતો સમયે ખેતપેદાશોનેા રક્ષણ માટે બજાર સમિતિઓને 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય – 100 કરોડ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરુરી ફિશીંગ નેટ, ફિશીંગ બોટ, મત્સ્ય બીજ વગેરે 40 ઇનપૂટ સાધનો ખરીદવા માટે ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે – 200 કરોડ સ્વરોજગાર.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા 1 લાખથી વધુ અને મહત્તમ રૂપિયા 2.50 લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે – 300 કરોડ મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટે વ્યાજ સહાય – 200 કરોડ ૨૦ સ્વરોજગાર મળે તે હેતુથી માનવ ગરિમા યોજનાની કીટનું વિતરણ કરવામાં આવશે – 11 કરોડ શ્રમિક કલ્યાણ.

લારીવાળા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતાં ફળફળાદી, શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે – 10 કરોડ અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટના શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે આવવા-જવા માટે મુસાફરી ખર્ચમાં સહાય – 50 કરોડ બાંધકામ શ્રમિકોનાપત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૃતિ સહાય – 6 કરોડ જે આદિવાસી શ્રમિકોને પોતાનું આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકુ ઘર બનાવવા માટે લાભાર્થીદીઠ 35000 સબસીડી – 350 કરોડ અન્ય રાહતો.

ગરીબ કુટુંબોને મફત અનાજ, ગરીબ કુટુંબોના બેંક ખાતામાં ડી.બી.ટી.થી રૂપિયા 1000નું ચુકવણું, વૃધ્ધ સહાય પેન્શન, દિવ્યાંગ પેન્શન, વિધવા સહાય પેન્શનનું આગોતરું ચુકવણુ વગેરે અનેકવિધ રાહતો –7375.68 કરોડ પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીદીઠ વાર્ષિક 12 કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ – 600 કરોડ લોકડાઉનના નિયંત્રણો પછી સોશીયલ ડિસ્ટન્સીંગના નિયમોનુ પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે.જેના કારણે એસ.ટી.ને સહાય – 120 કરોડ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસમાં રાહત – 30 કરોડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top