જાહેર કાર્યક્રમમાં ગાયકે યુવતીની કરી છેડતી: યુવતીએ પગે પડાવી માફી મંગાવી, વિડીયો થયો વાયરલ

વલસાડના મુકેશ પટેલ નામના એક સ્થાનિક ગાયક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી. જેના કારણે આ વિવાદમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. આ બાબતમાં ગાયક મુકેશ પટેલને યુવતીની છેડતી મામલે ઢોર માર ખાવાનો વારો આવ્યો છે. મુકેશ પટેલ દ્વારા મનોરંજનના એક જાહેર કાર્યક્રમમાં ગાયક યુવતીની છેડતી કરતા મામલો વધુ ગરમાયો હતો. તેમાં પણ જાહેર મંચ પર મનોરંજનના કાર્યક્રમમાં વલસાડના જાણીતા ગાયક મુકેશ પટેલ ગાયક યુવતીની છેડતી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બે દિવસ અગાઉ વલસાડના વેલવાચ ગામમાં મનોરંજનનો એક કાર્યક્રમ યોજાયો હતો તે દરમિયાન સ્ટેજ પર મુકેશ પટેલ દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે યુવતી દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો પરંતુ ત્યારબાદ પીડિત ગાયક યુવતી અને અન્ય યુવકો દ્વારા મુકેશ પટેલને વલસાડ નજીક બોલાવી અને આ બાબતમાં સૌથી પહેલા મુકેશ પટેલની માફી મંગાવવામાં આવી હતી. માફી મંગાવ્યા બાદ યુવતી દ્વારા મુકેશ પટેલને ઢોર માર મારવામાં આવ્યો હતો. પગે પડાવી અને માફી પણ મંગાવવામાં આવી હતી.

નોંધનીય છે કે, વલસાડના વેલવાચમાં બે દિવસ અગાઉ જ બનેલી આ ઘટના મુકેશ પટેલ દ્વારા યુવતીની છેડતી અને ત્યાર બાદ યુવતી દ્વારા મુકેશ પટેલ પર ઉતારેલા રોષની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. અત્યાર સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જેના કારણે આ સમગ્ર ઘટના હજુ સુધી સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત રહેલી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચર્ચાનો વિષય બનેલ છે.

Scroll to Top