રાજ્યમાં હત્યા આત્મહત્યાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે મોટા ભાગના કેસોમાં પરિવારના તકરારને કારણે થઇ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરા માંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો. જેમાં એક જમાઈ તેની સાસુની હત્યા કરવી પડી છે. જમાઈ સાસુને હથોડા વડે હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. જે જમાઈ સસરાની હાજરીમાં જ સાસુની હત્યા કરી હોવાનું જાણવવામાં આવ્યું છે. અને હત્યા કર્યા બાદ તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર પણ થઈ ગયો છે. અને કહ્યું ‘મેં મારા સાસુની હત્યા કરી છે.’ આટલું સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યારે આ મામલે હાલમાં પોલીસે તેની ધરપકડ કરી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં એક બંગલામાં મહિલાની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો હતો. આજે સવારે તેઓના જમાઇ ઘરે આવ્યા હતા અને કોઈ કારણોસર સાસુ સવિતાબેનને હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે સવિતાબેન પટેલની તેના જમાઈ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકની હદમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીના A-8 નંબરના મકાનમાં સવીતાબેન પટેલ (ઉં.વ 75) તેમના 88 વર્ષીય પતિ અને તેમના એક દીકરા સાથે રહે છે.
સવિતાબેન પટેલ ની દીકરીના લગ્ન વિશાલ અમીન સાથે થયા હતા તેઓને અવારનવાર નાના મોટા ઝઘડા થતા રહેતા હતા તેમાં સાસુ સવિતાબેન પટેલ દરમિયાનગીરી કરી બંનેને સમજાવતા હતા. ત્યારે આજે સવારે જમાઈ તેના સાસુના ઘરે આવીને સાસુ સવિતાબેન સાથે છૂટાછેડા અંગે ઝઘડો શરૂ કરી દીધો હતો અને આ ઝઘડા દરમિયાન તેને ઉશ્કેરાઇને સાસુ પર હથોડાથી માથાના ભાગે હુમલો કરી દીધો હતો જેના કારણે તેને ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં એ.સી.પી એસ.બી કુંપાવત પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ બનાવ અંગે એ.સી.પી. એસ. બી. કુમાવતે જણાવ્યું હતું કે, આ મૃતક મહિલા અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ રહેતો હતો. જેના કારણે તેના જમાઈને પણ પોતાની સાસુ પર ઘણો રોષ હતો. જો કે પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલાનો દીકરો પણ દારૂના વેપારમાં જોડાયેલો હતો અને જેનો ખુલાસો માંજલપુર પોલીસ માં થયો હતો અને તે હાલમાં ભાગેડુ હોવાનું બહાર આવ્યું છે.