India

પહલગામમાં મોટો માર્ગ અકસ્માત, બસ ખાડામાં પડી, ITBPના 6 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં મંગળવારે એક બસ ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈને જતી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા છે, જ્યારે 32 ઘાયલ હોવાનું કહેવાય છે. બસ ખાઈમાં પડી ગયા બાદ આ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને સેનાના જવાનો ઘાયલોને બચાવવાના કામમાં લાગેલા છે.

અમરનાથ યાત્રા ડ્યુટી પૂરી કરીને જવાનો પરત ફરી રહ્યા હતા

માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે ITBPના જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ITBPના જવાનોને લઈને જતી બસ ચંદનવાડીથી પરત ફરી રહી હતી પરંતુ ચંદનવાડી અને પહેલગામની વચ્ચે આવેલા ફ્રિસલાન વિસ્તારમાં અકસ્માત થયો હતો. બસ લગભગ 500 ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી હતી.

બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી

જણાવવામાં આવી રહ્યું છે કે બસ ચંદનવાડી જઈ રહી હતી, પરંતુ પહલગામથી લગભગ 16 કિમી દૂર આવેલા ફ્રિસલાન વિસ્તારમાં બ્રેક ફેઈલ થતાં ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ઘણા જવાન ઘાયલ થયા છે, જેમને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker