India

જમ્મુ-પૂંછ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બસ ખાઈમાં પડતા 22 લોકોનાં મોત

જમ્મુઃ જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (144A) પર અખનૂરના ચુંગી મોર વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીં મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં 69 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. તેમાંથી 57 લોકોને જીએમસી જમ્મુમાં રીફર કરવામાં આવ્યા હતા અને અખનૂર ઉપજીલા હોસ્પિટલમાં 12 લોકોની સારવાર ચાલુ છે. બસમાં 91 મુસાફરો સવાર હતા. પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢીને અખનૂર ઉપજિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જમ્મુ મેડિકલ કોલેજ (GMC)માં રિફર કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના હાથરસથી આ બસ હરિયાણાના કુરુક્ષેત્રથી શિવખોડી ધામ જઈ રહી હતી. શિવખોડી ધામ જમ્મુ વિભાગના રિયાસી જિલ્લાના પૌનીમાં આવેલું છે, જે કટરાથી માતા વૈષ્ણોદેવી મંદિરથી માત્ર 80 કિલોમીટર દૂર છે. તે ભગવાન ભોલેનાથને સમર્પિત છે.

મળતી માહિતી મુજબ, બસનો નંબર – UP 86EC 4078 જણાવવામાં આવ્યો છે. આ બસ અખનૂરના ચુંગી મોર ખાતે ઉંડી ખાઈમાં પડી હતી. આ તીક્ષ્ણ વળાંક પર સામેથી આવતી બસને કારણે અકસ્માત સર્જાતા બસના ચાલકે સંતુલન ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો. બસ પડતાની સાથે જ મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. આજુબાજુના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક ઈજાગ્રસ્ત અમર ચંદે જણાવ્યું કે, ‘સામેથી એક કાર આવી રહી હતી. બસ ડ્રાઇવરે તીવ્ર વળાંક પર એને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો, પરિણામે વાહન ખાડામાં પડી ગયું.’

વરિષ્ઠ પોલીસ અધિક્ષક (ટ્રાફિક) ફૈઝલ કુરેશી, પરિવહન કમિશનર અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર, એસએસપી-જમ્મુ અને ડેપ્યુટી કમિશનર જમ્મુએ ઘાયલોની પૂછપરછ કરવા માટે જીએમસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

બસના કાચ તોડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ દોરડું અને કેટલીક વસ્તુઓ પીઠ પર બેસાડી રસ્તા પર લઈ જવામાં આવી હતી. આ પછી ઘાયલોને વાહનોમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એમ્બ્યુલન્સનો અવાજ રસ્તાઓ પર ગુંજતો રહ્યો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker