GujaratJamnagar

જામનગર યૌન શોષણ કેસમાં પોલીસે બે આરોપીની કરી ધરપકડ, જાણો કોણ છે આ બંને વ્યક્તિ?

રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર જામનગર સરકારી કોવિડ હોસ્પિટલના યૌન શોષણના મામલે પોલીસ દ્વારા બે વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની ફરિયાદને દાખલ કરતા બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. સરકારે કેટલીક યુવતીઓના નિવેદન બાદ આ બાબતમાં સ્થાનિક કક્ષાએ કમિટીની રચનામાં કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા ૮ યુવતીઓ સહિતના લોકોના નિવેદનો લેવાયા હતા. આ કમિટીની તપાસ બાદ ગઈ સાંજે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કોવિડ હોસ્પિટલના HR મેનેજર એલ.બી. પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે આઈપીસી 354 (ક) 114 અને 506 (2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરતા બંને આરોપીઓને સકંજામાં લઈ કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા એટેન્ડન્ટની ફરિયાદના આધારે એલ.બી. પ્રજાપતિ અને અકબરલીને ડિટેન કરવામાં આવ્યા છે. ફરિયાદમાં આ બે લોકોના નામ સામે આવ્યા હતા. હવે આ બાબતમાં વધુ તપાસ શરુ કરવામાં આવશે.

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ માટે 500 કરતાં વધુ અટેન્ડન્ટ્સની નિમણૂકતા કરવામાં આવી હતી. જેમાં કેટલીક મહિલા અટેન્ડન્ટ્સ દ્વારા તેમના સુપરવાઈઝર વિરુદ્ધ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. સુપરવાઈઝર શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું. અટેન્ડન્ટ તૈયાર ના થાય તો તેને નોકરીમાંથી દૂર કરાતી હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

આ યૌન શોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પોતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાને તપાસના આદેશ આ બાબતમાં આપ્યા છે. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટી રચાઈ હતી. કમિટી દ્વારા મહિલા એટેન્ડન્ટના નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ સરકારને મોકલી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસ ફરિયાદ દાખલ ન થતા ગઈ કાલે મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker