- ફૂલ સ્પીડમાં ટ્રેને બે સ્ટેશન વટાવ્યા, રેતીના મોટા ઢગલા, મોટા-મોટા પÚથર સાથે અથડાયા બાદ આખરે તે અટકી.
43 મુસાફરોની સાથે, દિલ્હી-ટનકપુર પૂર્ણગિરિ જન શતાબ્દી એક્સપ્રેસની બ્રેક ફેઈલ થઈ જતાં તે આશરે 20 કિમી જેટલી પાછળ દોડી હતી અને ફૂલ સ્પીડમાં બે સ્ટેશન વટાવી ગઈ હતી. રેતીના મોટા ઢગલા અને મોટા-મોટા પÚથર સાથે અથડાયા બાદ આખરે તે અટકી હતી. આ ઘટનાને લઈને લોકો પાયલોટ, આસિસ્ટન્ટ પાયલોટ અને ગાર્ડને ગુરુવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ટ્રેન તેના નિશ્ચિત સ્થાન ટનકપુર પાસે પહોંચવા આવી હતી ત્યારે કોઈ પ્રાણી પાટા પર આવી ગયું હતું. ‘પ્રાણી ટ્રેન સાથે અથડાયા બાદ તેની એન્જીન બ્રેક ફેઈલ થઈ ગઈ હતી’, તેમ ઈજ્જતનગર રેલવે ડિવિઝનના પીઆરઓ રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું. લોકો પાયલોટે બ્રેક ખૂબ સખતથી મારી હશે તેમ લાગી રહ્યું છે અને તેના કારણે એક પ્રેશર વેક્યૂમ પાઈપ ફાટી ગઈ હતી. ‘ડ્રાઈવરે એન્જીન પરથી કાબૂ ગુમાવી દીધો હોય તેમ બની શકે અને ટ્રેન પાછળની તરફ ચાલવા લાગી હતી’, તેમ રેલવેના અધિકારીએ કહ્યું હતુ
ટ્રેન પાછળની તરફ દોડવા લાગતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ‘શરુઆતમાં, અમને લાગ્યું કે ટ્રેન ટ્રેક ચેન્જ કરવા માટે પાછળ જઈ રહી હતી. પરંતુ તેણે સ્પીડ પકડી અને અમને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું હતું’, તેમ તે સમયે ટ્રેનમાં હાજર ટીટીઈ દેવ સિંહે જણાવ્યું હતું. ‘અમે મુસાફરોથી ઘેરાઈ ગયા હતા, જેઓ જવાબ ઈચ્છતા હતા. અમને પણ જાણ નહોતી કે શું થઈ રહ્યું હતું. તે મારા જીવનની સૌથી મૂંઝવણભરી ક્ષણ હતી’, તેમ લક્ષ્મણ સિંહ નામના અન્ય એક ટીટીઈએ કહ્યું હતું.
ં’ટ્રેન પાછળની તરફ જઈ રહી હોવાથી લોકો પાયલોટ તેને રોકી શક્યો નહીં. તેણે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને નજીકના સ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. અમારી ટીમ ઘણા ક્રોસિંગ પર ગઈ હતી અને ટ્રેક પર રેતીના ઢગલા તેમજ મોટા પÚથર ગોઠવી દીધા હતા’, તેમ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું. તે રૂટના તમામ ક્રોસિંગ તે સમયે બંધ કરવામાં આવ્યા હતા. ‘ફિલ્ડના સ્ટાફે સ્થાનિકોને ટ્રેકથી દૂર રહેવા માટે જણાવ્યું હતું’, તેમ રાજેન્દ્ર સિંહે કહ્યું હતું.
કેટલાક મુસાફરોએ ચેઈન ખેંચીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ઉભી રહી નહોતી. ‘બાદમાં અમને અમારા સીનિયર તરફથી ફોન આવ્યો કે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. લોકોને ઈજા પહોંચે તેવું અમે નહોતા ઈચ્છતા. તેથી બધાને આગળના કમ્પાર્ટમન્ટમાં લઈ ગયા હતા’, તેમ દેવ સિંહે જણાવ્યું હતું.
ટ્રેન આખરે ટનકપુરથી બે સ્ટેશન દૂર ચકરપુર પાસેથી રોકાઈ હતી. ‘મુસાફરોને કોઈ ઈજા પહોંચી નહોતી. બે બસમાં બેસાડીને તેમને ટનકપુર પહોંચાડવામાં આવ્યા હતા’, તેમ જ્યાં ટ્રેન રોકાઈ હતી ત્યાં પાસે આવેલા ખાતિમા સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ કે.ડી. કાપરીએ જણાવ્યું હતું.