એક તરફ દેશમાં કોરોનાને કારણે બધા લોકો હેરાન છે તેમા પણ સૌથી વધું કોરોનાનો કહેર મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે કોરોનાને રોકવા માટે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર દ્વારા લોકડાઉન પણ કરી દેવામાં આવ્યું છે જેને કારણે ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સ મુંબઈ છોડીને બહાર જઈ રહ્યા છે ખાસ કરીને બધા સેલેબ્રીટી માલદિવ્સમાં વેકેશન મનાવી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી
ત્યારે જાન્હવી કપૂર પણ વેકેશન મનાવા માટે માલદિવ્સમાં એન્જોય કરી છે સાથેજ તેણે સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ પણ કરી છે જેમા તે તેના ટ્રેનર સાથે અમુક પોઝ આપતી જોવા મળી છે હાલ સોશિયલ મીડિયામાં જાન્હવીના ફોટો મોટા પ્રમાણમાં વાયરલ થી રહ્યા છે.
ટ્રેનર સાથે વીડિયો અપલોડ કર્યા
View this post on Instagram
ફોટા અપલોડ કરવાની સાથે તેણે તેની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત સાથે અમુક વીડયો પણ અપલોડ કર્યા છે જે તેના ચાહકોને ઘણા ગમી રહ્યા છે બંને જણા વીડિયોમાં મસ્તી કરતા તેમજ તડકો ખાતા જોવા મળી રહ્યા છે નવાઈની વાત એ છે કે ફિટનેસ ટ્રેનર અને અભિનેત્રી બંને જણા પહેલી વાર એક સાથે પોઝ આપતા જોવા મળ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ
ફિટનેસ ટ્રેનર નમ્રતાએ પણ તેના ઓફિશયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટા અપલોડ કર્યા છે સાથેજ તેણે ફોટા અપલોડ કરીને એવું ફમ લખ્યું છે કે મારા જીવનમાં રોશની લાવવા માટે ધન્યવાદ આ વાતને જવાબ જાન્હવીએ હસતા હસતા એવો આપ્યો છે કે રોશની લાવવા માટે ધન્યવાદ કહી રહ્યા છો કે પછી તણાવ લાવવા માટે ધન્યવાદ કહી રહ્યા છો.
બીકનીમાં બોલ્ડ લુક
View this post on Instagram
અગાઉ પણ જાન્હીએ વેકેશન દરમિયાન તેના અમુક ફોટા શેર કર્યા હતા ખાસ કરીને તેણે સ્વિમસ્યૂટ પહેરીને તેમજ ફ્લોરલ બિકની પહેરીને અમુક ફોટા શેર કર્યા હતા જે ફોટામાં તે ખુબજ બોલ્ડ લાગતી હતી સાથેજ તેના ચાહકોએ પણ તેના ઘમા વખાણ કર્યા હતા ઉપરાંત તેના ફોટા પર તે સમયે તેને લાખો લાઈક મળી હતી સાથેજ તેના ચાહકોએ કોમેન્ટ પણ કરી હતી.
સોશિયલ મીડિયામાં એક્ટિવ
View this post on Instagram
જાન્હવી તેના મિત્રો સાથે મસ્તી કરતી હતી તેનો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અગાઉ તે તેની બહેન ખુશી સાથે પણ લોસ એંજલસમાં રજાઓ માણવા માટે ગઈ હતી ત્યારે તેણે ખૂબ જલસા કર્યા હતા ઉલ્લેખનીય છે કે જાન્હવી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી હોય છે સાથેજ તે ફરવા જાય ત્યારે તેની પોસ્ટ જરૂરથી સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે.