કોરોનાના કહેર વચ્ચે બોલિવુડ સ્ટાર્સ પણ વેકેશનની મજા માણી રહ્યા છે. તેમાંથી એક છે. જાન્હવી કપૂર. જી હાં, જાન્હવી કપૂર તેના ફ્રેન્ડ્સ સાથે માલદીવ પહોંચી છે. જાન્હવી કપૂરે માલદીવના આઈલેન્ડ પર ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં જાન્હવી કપૂર બોલ્ડ લૂકમાં નજર આવી રહી છે.
જાન્હવી કપૂરે તેના કેટલાક ફોટોઝ શેર કર્યા છે. તેમાં તે ખૂબ એન્જોય કરતા નજર આવી રહી છે. જાન્હવી કપૂર બોલિવુડની સુંદર અદાકારાઓ માંથી એક છે. જાન્હવી કપૂરે શેર કરેલ ફોટોઝમાં તે વધારે બ્યુટીફૂલ લાગી રહી છે. ફેન્સ પણ તેની તસવીરોના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં જાન્હવી કપૂર લોસ એન્જલસની ટ્રીપ પરથી પરત ફરી હતી. ત્યારબાદ જાન્હવી તેના ફ્રેન્ડ્સ સાથે માલદીવની ટ્રીપ પર નીકળી છે. તમને જણાવી દઈએ કે, મોટાભાગના બોલિવુડ સ્ટાર્સનું ફેવરેટ ડેસ્ટિનેશન માલદીવ છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂરના ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે જાહ્નવી કપૂરના વર્કફ્રંટની તો જાહ્નવી છેલ્લે ફિલ્મ રૂહીમાં નજર આવી હતી. હવે જાન્હવી કપૂર ગુડ લક જેરી, તખ્ત અને દોસ્તાના ૨ જેવી ફિલ્મોમાં નજર આવશે. જાન્હવી કપૂરે કરણ જોહરની ફિલ્મ ‘ધડક’ થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં ઇશાન ખટ્ટર હતો.