જાનવી કપૂરે બનાવ્યું ‘Labbu’ ના નામનું ટેટુઝ, જાણો કોણ છે આ?

બોલીવુડ અભિનેત્રી જાનવી કપૂર આ દિવસોમાં પોતાના હોલીડેની ફોટોસથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જાનવી કપૂર આ દિવસોમાં કામથી દુર સમય એન્જોય કરી રહી છે. મિત્રો સાથે સમય પસાર કરી રહી છે અને ફરવાની મજા માણી રહી છે. એવામાં હવે જાનવી કપૂરે એક નવું ટેટુઝ બનાવી લીધું છે.

જાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી તસ્વીરો અને કેટલીક વિડીયો શેર કરી છે. આ પોસ્ટમાં તેને ટેટુઝ બનાવતા જોઈ શકો છો. આ ટેટુઝમાં લખ્યું છે કે, ‘I love you my labbu. એવામાં ઘણા ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે, આ labbu કોન્બ છે અને આ શબ્દનો શું અર્થ છે.”

જો તમે પણ આ વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, આ ટેટુઝમાં labbu કોઈ બીજી નહીં જાનવી કપૂર પોતે છે. વાસ્તવમાં જાનવી કપૂરની માતા અને દિવંગત અભિનેત્રી શ્રીદેવી તેણે પ્રેમથી labbu કહેતી હતી. માતા શ્રીદેવીની પુણ્યતિથિ પર જાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેમના દ્વારા લખેલ એક લેટર શેર કર્યો હતો, જેમાં I love you my labbu. You are the best baby in the world લખ્યું હતું.

જાનવી કપૂરે નેહા ધૂપિયાના શો BFFs માં જણાવ્યું હતું કે, તેમની માતા શ્રીદેવીને ટેટુઝ જરા પણ પસંદ નહોતું અને જાનવી કપૂર પોતે પણ ટેટુઝ કરાવવાથી ડરતી હતી. તેમ છતાં હવે તેમને માતાની કહી વાતને પોતાના હાથ પર હિમ્મત કરીને લખાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે, શ્રીદેવી પોતાની પુત્રી જાનવી કપૂરના ખૂબ જ નજીક હતી. કહેવામાં આવે છે કે, જાનવી કપૂરના બોલીવુડ ડેબ્યુ માટે શ્રીદેવીએ ઘણી મહેનત કરી હતી. તેમ છતાં પહેલા તે ઈચ્છતી નહોતી કે, જાનવી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગલું ભરે.

શ્રીદેવી, પુત્રી જાનવી કપૂરના બોલીવુડના ડેબ્યુ માટે ઘણી ઉત્સાહિત હતી. પરંતુ અફસોસ તે તેને જોઈ શકી નહીં. જાનવી કપૂરની પ્રથમ ફિલ્મ ધડકના રીલીઝ થયા પહેલા જ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું.

જાનવી કપૂરના પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે તો તે ફિલ્મ રુહીમાં છેલ્લી વખત જોવા મળી હતી. હવે તે દોસ્તાના ૨ અને ગુડ લુક જેરીમાં કામ કરી રહી છે. આ બંને ફિલ્મ ૨૦૨૦ રીલીઝ થઈ શકે છે.

Scroll to Top