આજના જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ના કરો આ પાંચ ભૂલો, નહીંતર આવી શકે છે મુશ્કેલી

જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ બુધવારે રાત્રે 12 વાગ્યે થયો હતો.

આ વર્ષે જન્માષ્ટમી 30 ઓગસ્ટ 2021 ના રોજ ઉજવવામાં આવશે. મથુરા સહિત દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોને સારી રીતે શણગારવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો દ્વારા વ્રત-ઉપવાસ પણ રાખવામાં આવે છે.

જન્માષ્ટમીના દિવસે કેટલાક એવા કામો હોય છે. જે કરવાનું વર્જિત ગણાય છે. એટલા માટે ભૂલથી નીચે બતાવેલ કાર્યોને જન્માષ્ટમી દિવસે ના કરો. આવો જાણીએ આ કાર્યો વિશેમાં….

તુલસીનું પાન તોડવું જોઈએ નહીં: જન્માષ્ટમીના દિવસે તુલસીના પાન તોડવાને વર્જિત માનવામાં આવે છે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનું અવતાર છે અને વિષ્ણુ જીને તુલસી ખૂબ પસંદ છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. તેમ છતાં કૃષ્ણ જીની પૂજા કરતા સમયે તુલસીના પાનનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. એટલા માટે તમારે જન્માષ્ટમીના એક દિવસ પહેલા જ તુલસીના પત્તા તોડીને રાખવા જોઈએ.

ચોખા ન ખાવા જોઈએ: જન્માષ્ટમીના દિવસે ચોખા ખાવા જોઈએ નહીં કેમકે આ દિવસે ચોખા ખાવાથી પાપમાં વધારો થાય છે. જે લોકો આ દિવસે વ્રત કરતા નથી. તેને ભાત ના ખાવવા જોઈએ. વાસ્તવમાં જ્યોતિષશાસ્ત્રમાં, એકાદશી અને જન્માષ્ટમીના દિવસે ચોખા અથવા જવમાંથી બનાવેલ ખોરાક ખાવાને વર્જિત માનવામાં આવે છે. એટલા માટે જન્માષ્ટમીના દિવસે ભાત ખાવાનું ટાળવું જોઈએ. આ પ્રકાર તમે આ દિવસે તામસિક ભોજન પણ ના કરો અને લસણ અને ડુંગળીનું સેવન પર ના કરો. જ્યારે જે લોકો વ્રત રાખે છે તે સાંજ બાદ પાણી ના પીવે. શ્રી ક્રષ્ણના જન્મ થયા બાદ પાણીનું સેવન કરો.

કોઈનો અનાદર ન કરો: આ દિવસે કોઈ પણ વ્યક્તિનો અનાદર ન કરવો જોઈએ. જો કોઈ ગરીબ તમારા ઘરે આવે છે. તો તેને ભોજન કરાવી ને જ મોકલવો જોઈએ, તેને ખાલી હાથે મોકલવાની ભૂલ ન કરો.

વૃક્ષોને કાપશો નહીં: જન્માષ્ટમીના દિવસે વૃક્ષો કાપવા પણ શુભ નથી. એટલા માટે વૃક્ષો કાપવાની ભૂલ ન કરો. એવું માનવામાં આવે છે કે, જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ દરેક વસ્તુમાં નિવાસ કરે છે. આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો ન કાપવા જોઈએ. આવું કરવાથી ઘરની સુખ-શાંતિને ખલેલ પહોંચે છે.

ગાયનું અપમાન ન કરો: ભગવાન શ્રીકૃષ્ણને ગાય ખૂબ પ્રિય છે. આ દિવસે શક્ય તેટલી ગાયની સેવા કરો અને ભૂલીને પણ તેનું અપમાન ન કરો. કહેવામાં આવે છે કે, જે ગાયની સેવા કરે છે. તેમને સીધા જ શ્રી કૃષ્ણના આશીર્વાદ મળે છે. તેની સાથે જ જીવનની તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે.

જન્માષ્ટમીના આ દિવસે કરો આ કામ: જ્યોતિષીઓ મુજબ, જન્માષ્ટમીના દિવસે ઘરમાં ગાય કે વાછરડાની મૂર્તિ લાવો. આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે.

આ દિવસે સાત છોકરીઓને બોલાવી ખીર ખવડાવો. આવું કરવાથી નોકરી અને ધંધામાં વધારો થાય છે અને બાકી રહેલા તમામ કામ પૂર્ણ થઈ જાય છે.

Scroll to Top