જ્યોતિષ ગણના અનુસાર આજથી એવી થોડી રાશિઓ છે જેમને સાથ આપશે, અને એમને દરેક કામમાં સફળતા મળશે, આ રાશિઓના લોકોના ઘરમાં ખુશીઓ બની રહેશે. જો સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, એના જ કારણે વ્યક્તિ ના જીવન માં રાશિઓ નું ખૂબ મહત્વ છે.
મેષ રાશિ.
દિવસની શરૂઆતમાં નવા કાર્યોનો આરંભ કરવા માટે ઉત્સાહિત રહેશો તેવું ગણેશજી કહે છે. શરીર અને મનની સ્વસ્થતા તમારો ઉત્સાહ બેગણો કરી દેશે. સ્નેહીજનો તથા મિત્રો સાથે મુલાકાત થશે. મધ્યાહન બાદ કોઈ કારણ સર તમારું સ્વાસ્થ્ય નરમ રહેશે. ખાન-પાનમાં ધ્યાન રાખવું. ધન સંબંધી વિષયની લેવડ દેવડમાં સાવધાન રહેવું.
વૃષભ રાશિ.
ઘરના સભ્યો સાથે મહત્વના વિષયો પર ચર્ચા થશે. ઘરના કાર્યોમાં તેમન અન્ય વિષયો અંગે ફેરફાર કરી શકશો. માતા સાથે સંબંધ સારા રહેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધોમાં સુધારો થશે. મધ્યાહન પછી સામાજિક કાર્યોમાં તમે વધારે રસ રહેશે. મિત્ર વર્ગથી લાભ થશે. સ્વજનો સાથે સંપર્ક વધશે અને તેમના વ્યવહારમાં સુધારો થશે.
મિથુન રાશિ.
પારિવારિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારો દિવસ ખુબ સારો રહેશે. બંને સ્થળો પર મહત્વના વિષયો પર ચર્ચામાં ચોક્કસ નિર્ણય કરી શકશો. કાર્યભાર વધવાથી સ્વાસ્થ્યમાં ઢીલાશ આવશે પરંતુ મધ્યાહન બાદ તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. મિત્રો સાથે મુલાકાતનો આનંદ રહેશે. સામાજિક કાર્યોમાં તમારું યોગદાન રહેશે.
કર્ક રાશિ.
આજે તમે ન્યાયપૂર્વક વ્યવહાર કરી શકશો. નક્કી કરેલા કાર્યો પૂરા કરવાની પ્રેરણા મળશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. ક્રોધની માત્રા વધારે રહેશે. મધ્યાહન પછી શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક નિશ્ચિતતાને કારણે તમે પ્રફુલ્લિત રહેશો. વ્યાવસાયિક ક્ષેત્રમાં ઉપરી અધિકારી સાથે મહત્વના વિષયો પર ચર્ચા થશે. ઘરના કામકાજ માટે મહત્વનો નિર્ણય કરી શકશો.
સિંહ રાશિ.
આજનો દિવસ શારીરિક અને માનસિકરૂપથી અસ્વસ્થતા અને વ્યગ્રતાનો અનુભવ કરશો. ક્રોધની માત્રા રહેવાથી કોઈની સાથે મતભેદ થઈ શકે છે. મધ્યાહન બાદ તમારી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વેપારના સ્થળ પર ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વના વિષયો પર ચર્ચા થશે.
કન્યા રાશિ.
આજે નૂતન કાર્ય અને પ્રવાસ ન કરવાની ગણેશજી સલાહ આપી રહ્યા છે. પ્રેમ અને ધિક્કારની ભાવના છોડીને સમતાપૂર્વક વ્યવહાર કરવાનો આજનો દિવસ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત થવાના યોગ છે. પરંતુ સ્વાસ્થ્યમાં શિથિલતા અને વ્યગ્રતાનો અનુભવ થશે. ક્રોધની માત્રા વધારે રહેશે જેનાથી તમારું કાર્ય બગડે નહીં તેનું ધ્યાન રાખવું.
તુલા રાશિ.
આજના દિવસનો પ્રારંભ આનંદપ્રદ રહેશે તેવું ગણેશજી કહે છે. વિચારોમાં ઉગ્રતા અને અધિરાત્વની ભાવના મનમાં રહેશે. આર્થિક લાભ અને પ્રવાસની સંભાવના છે. મધ્યાહન બાદ સાંજના સમયે અનર્થ ન થાય તે માટે વાણી પર સંયમ રાખવો.
વૃશ્ચિક રાશિ.
બૌદ્ધિક કાર્યો કરવા માટે તથા જનસંપર્ક રાખવા માટે અને લોકો સાથે હરવા-ફરવા માટે આજે સારો દિવસ છે. નાના પ્રવાસની સંભાવના છે. ધન-સંબંધિત આયોજન માટે શુભ દિવસ છે. મધ્યાહન બાદ તમે મિત્રો અને સંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન કરી શકશો. પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે.
ધન રાશિ.
શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. વધુ પડતા શ્રમ બાદ કાર્યમાં સફળતા ન મળે તો નિરાશ ન થવા માટે ગણેશજી કહી રહ્યા છે. પ્રવાસ-પર્યટન આજે ટાળવું. મધ્યાહન બાદ સમય તમારા માટે અનુકૂળ રહેશે. શરીરમાં સ્ફર્તિનો સંચાર થશે. આર્થિક લાભ માટે સમય અનુકૂળ રહેશે. વ્યાવસાયિક આયોજન સારી રીતે કરી શકશો.
મકર રાશિ.
આજે તમે વધારે સંવેદનશીલ રહેશો તેવું ગણેશજી કહે છે. તમારી ભાવનાઓને ઠેર ન પહોંચે તેનું ધ્યાન રાખવું. ખરાબ વિચાર, વ્યવહાર અને આયોજનથી દૂર રહેવું. કોઈ કાર્યમાં ત્વરિત નિર્ણય ન લેવા.પરિવારજનો સાથે મનભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
કુંભ રાશિ.
મહત્વના કાર્યો માટે નિર્ણય લેવા માટે ગણેશજી તમને સલાહ આપે છે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. મધ્યાહન બાદ તમારી માનસિક વ્યગ્રતામાં વધારો થશે. સંપતિ વિષયક દસ્તાવેજ કરવા માટે સમય અનુકૂળ નથી. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે. માતાના સ્વાસ્થ્ય વિષયમાં ચિંતા રહેશે. તમારી ભાવનાઓને ઠેર પહોંચી શકે છે. મનને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો.
મીન રાશિ.
આજનો દિવસ તમારા સ્વાર્થી વ્યવહારને તિલાંજલી આપી અન્ય લોકોનો વિચાર કરવો. ઘર, કુટુંબ તથા વ્યાવસાયિક ક્ષેત્રમાં સમાધાનકારી વ્યવહાર રાખવો. વાણી પર સંયમ રાખવાથી તમે વિવાદ તથા મન દુઃખને ટાળી શકે છે. આજે નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. આવશ્યક કારણોથી નાનો પ્રવાસ થશે.