માઉન્ટ એવરેસ્ટનું નામ તમે જરૂર સાંભળ્યું જ હશે, તેની ચઢાઇ એટલી મુશ્કેલ છે કે દરેક જણ સરળતાથી ચડી શકતું નથી.પરંતુ હજારો મુશ્કેલીઓ પછી પણ કેટલાક લોકો ચઢી જાય છે.ઘણા લોકો અહીં પર્વતારોહણ માટે આવતા રહે છે.
પર્વતારોહણ દરમિયાન અહીં આવનારા લોકોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે.ઉદાહરણ તરીકે, ખરાબ હવામાન, હિમપ્રપાત, ખાવા-પીવાની સમસ્યાઓ, બરફને લીધે, શરીર સુન્ન થઈ જાય છે અને ખરાબ માર્ગો છે.
અંતિમ સંસ્કાર પણ નસીબ નથી. ઘણા લોકો માટે, આ મુસાફરી એટલી મુશ્કેલ બની જાય છે કે તેઓ પાછા પણ ના આવી શકે અને ના તો મંજિલ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં તેવો મધ્ય સફર માં જ પોતાનો દમ તોડી દે છે. દુર્ભાગ્યેવશ કેટલાક લોકોને અંતિમ સંસ્કાર પણ મળતા નથી, તેઓ ત્યાં સદીઓથી શબના રૂપમાં રહે છે.
200 લાશો આવી છે. માઉન્ટ એવરેસ્ટ પર 200 થી વધુ લાશો છે જે વર્ષોથી અહીં પડેલી છે. આ શબને નીચે લાવી અંતિમ સંસ્કાર કરવું શક્ય નથી, જેના કારણે હવે આ શબ એક સીમાચિહ્ન બની ગઈ છે. હેનલોર સ્ક્મેત્ઝ. જુઓ આ લાશ કેટલાક વષોથી અહીં પડેલી છે.આ લાશ હનેલોર સ્કમેત્ઝ નામની સ્ત્રીની છે જે જર્મની ની હતી.
હેનેલોર સ્ક્મેત્ઝ,એવું કહેવામાં આવે છે કે ચડતા સમયે તે ખૂબ થાકી ગઈ હતી અને આરામ કરવા માટે તેની બેગ નો સહારો લઈ અને સુઈ ગઈ હતી અને તે જ હાલતમાં પોતાનો જીવ ગુમાવી દીધો હતો.કહેવાય છે કે હેનેલોર સ્કમેત્ઝ એવરેસ્ટ પર મૃત્યુ પામેલી પ્રથમ મહિલા છે.
ગ્રીન બૂટ. માઉન્ટ એવરેસ્ટ પર લગભગ દરેક શબને નામ આપવામાં આવેલ છે.આ તસવીરમાં દેખાતા શબને ‘ગ્રીન બૂટ’ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સેવાંગ પાલજોરનું શરીર છે. 1999 માં તોફાનને કારણે તેનું મોત નીપજ્યું હતું.