જાણો આજ નું સચોટ રાશિફળ રાશિ પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ ક્લિક કરી ને જાણી લો

આમ તો ગ્રહો ને લઈને આપણા જીવન માં ખુબજ બદલાવ આવતા રહે છે. રાશિફળ એ જીવન માં બનતી આ નૈતિક ક્રિયા ને રોકે છે તો આવો જાણીએ આજનું રાશિફળ.

મેષ

ગણેશજી આપને ક્રોધ પર સંયમ જાળવવાની સલાહ આપે છે. ક્રોધ પર સંયમ ન રાખવાથી કાર્ય અને સંબંધો પણ બગડવાની શંકા છે.

માનસિક વ્યગ્રતા તથા વ્યાકુળતાના કારણે કોઈ પણ કામમાં મન લગાવવામાં મુશ્કેલી આવશે. આરોગ્ય પણ નરમ-ગરમ રહી શકે. કોઇક ધાર્મિક સ્થળ તથા માંગલિક પ્રસંગનું આમંત્રણ જરૂર મળશે, તેમાં સામેલ થાઓ.

વૃષભ

શારીરિક અસ્વસ્થતા તથા કાર્ય સફળતામાં વિલંબથી આપ નિરાશ થઈ શકો. શક્ય હોય તો આજે કોઈ નવા કામનો આરંભ ન કરો.

ખાન-પાનમાં ઉચિત-અનુચિતનો વિવેક રાખો, નહિંતર આરોગ્ય બગડી શકે છે. આજે વર્કલોડ વધુ રહેશે. મનમાં શિથિલતા જળવાઈ રહેશે. તેને દૂર કરવા કસરત કરો. પ્રવાસમાં પણ વિઘ્ન પેદા થઈ શકે. શ્રેષ્ઠ રહેશે કે આજે કોઈ કાર્ય પાછળ માનસિક સુખ-શાંતિ ગુમાવ્યા વગર યોગ, ધ્યાન તથા અધ્યાત્મનો આશ્રય લો.

મિથુન

આજનો દિવસ આમોદ-પ્રમોદમાં પસાર થશે. શારીરિક અને માનસિક રીતે આપ ખુશીનો અનુભવ કરશો. મિત્રો તથા પરિજનો સાથે પ્રવાસ કે પર્યટન સ્થળે હરવા-ફરવાનો આનંદ માણી શકશો.

સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માળી શકશો તથા નવા વસ્ત્રોની ખરીદી પણ થઈ શકે. વાહન સુખ મળશે. આપના માન-સન્માન તથા લોકપ્રિયતામાં વધારો થવાના સંકેતો છે.

કર્ક

વ્યવસાયમાં આજનો દિવસ લાભકારક રહેવાનો યોગ છે. ઑફિસમાં સાથી કર્મચારીઓનો સહકાર મળશે. પરિજનો સાથે આજે આનંદપૂર્વક સમય પસાર કરશો.

માનસિક રીતે પણ આપ સ્વસ્થતા અનુભવશો. હરીફો પર વિજય મળશે. કાર્યમાં યશ પ્રાપ્ત થશે. ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.

સિંહ

ગણેશજી કહે છે કે રચનાત્મક તથા કળા સંબંધી કાર્યો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઓ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકશે.

પરિજનો તથા મિત્રો સાથે મુલાકાત થઈ શકે. આપનું આરોગ્ય પણ સારું રહેશે. ક્રોધ પર કાબૂ રાખો કે જેથી માનસિક એકાગ્રતા જળવાઈ રહેશે.

કન્યા

આજનો દિવસ પ્રતિકૂળતાઓ ભર્યો રહી શકે. આપ શારીરિક સ્ફૂર્તિનો અભાવ અનુભવી શકો અને માનસિક રીતે પણ ચિંતા સતાવી શકે.

પત્ની સાથે કંકાશનો પ્રસંગ બની શકે કે અણબનાવ થઈ શકે. માતાના આરોગ્યની ચિંતા રહેશે. જંગમ સંપત્તિના કાર્યમાં તકેદારી રાખો.

તુલા

આજનો દિવસ આનંદમાં વીતશે. હરીફો સામે વિજય મેળવી શકશો. દરેક કાર્યમાં સફળતા મળશે. સ્વજનો સાથે મુલાકાત પણ થશે.

માનસિક પ્રસન્નતા રહેશે. ધાર્મિક પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે. ભાવુકતા આપના મનને દ્રવિત કરશે.

વૃશ્ચિક

પરિવારમાં ક્લેશ મુક્ત વાતાવરણ જાળવવા માટે વાણી પર સંયમ રાખવાની જરૂર છે. આપના વર્તનથી કોઈનું મન ન દુભાય, તેનું ધ્યાન રાખો.

નકારાત્મકતાને હાવી ન થવા દો, આરોગ્ય બગડી શકે. મન કોઇક કારણસર ગ્લાનિથી ભરી શકે. વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્તિમાં વિઘ્ન આવી શકે.

ધનુ

આજે ધાર્મિક પ્રવાસ થશે, એવો ગણેશજી સંકેત આપે છે. નિર્ધારિત કાર્યો આપ સંપન્ન કરી શકશો. શારીરિક અને માનસિક આરોગ્ય જળવાઈ રહેશે કે જેથી સ્ફૂર્તિ અને પ્રસન્નતા રહેશે.

પરિવારમાં માંગલિક પ્રસંગો બનશે. સ્વજનો સાથે મુલાકાત મનને પ્રસન્ન કરશે. સામાજિક રીતે આપના માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર

આજે ધાર્મિક તથા આધ્યાત્મિક વિષયોમાં રસ રહેવાથી તે કાર્યોમાં વ્યસ્તતતા રહેશે તથા તેની પાછળ ખર્ચ પણ થશે. કોર્ટ-કચેરી સંબંધી કાર્યો પૂરા થશે.

વ્યાવસાયિક કાર્યોમાં વિઘ્ન આવી શકે. સ્નેહીજનોની પ્રતિષ્ઠામાં હાનિ શક્ય છે. શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક પ્રસન્નતામાં ઉણપનો અનુભવ થઈ શકે. અકસ્માતે આવનાર મુશ્કેલીથી સાચવીને ચાલો. પરિશ્રમ મુજબ ફળ ન મળતા નિરાશા અનુભવી શકો.

કુંભ

આજનો દિવસ લાભકારક છે, એવો ગણેશજીનો સંકેત છે. વ્યાવસાયિક ક્ષેત્રે પણ લાભ પ્રાપ્તિના યોગ છે. મિત્રોથી મુલાકાત થશે. આનાથી મનમાં આનંદ છવાયેલો રહેશે. તેમની સાથે પ્રવાસનું આયોજન પણ થઈ શકે. નવા કાર્યનો આરંભ આપના માટે લાભકારક રહેશે. વિવાહેચ્છુક વ્યક્તિઓને વિવાહથી સંબંધિત પ્રસ્તાવ પ્રાપ્ત થઈ શકે.

મીન

વ્યાવસાયિક દૃષ્ટિએ આજે આજનો દિવસ લાભકારક છે. આપની કાર્ય સફળતાથી આપના ઊપરી અધિકારી પ્રસન્ન રહેશે.

વ્યવસાયમાં પદોન્નતિના પણ યોગ છે. વ્યાપારીઓને વ્યાપારમાં લાભ થશે તથા તેમના કાર્ય ક્ષેત્રમાં વૃદ્ધિ પણ થશે. પિતાથી લાભ થશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. માન-પ્રતકિષ્ઠામાં વધારો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top