જાણો દહીં ના આ જબરદસ્ત ફાયદા

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજે જોવા જઈએ તો દરેક લોકો ના ઘર દહીં તો સરળતાથી મળી શકે છે અને દરેક લોકો નું દહીં ફેવરિટ પણ હોય છે. આજે ઘણા લોકો દહીં તો ખાય છે પણ એમને દહીં ના આ ફાયદા કદાચ જ જાણતા હશો.

માનો દહીંને તમારા દૈનિક જીવનમાં શામેળ કરવું તમારી સુંદરતા અને સ્વાસ્થય બન્ને માટે ફાયદાકારી હશે. ખરેખર તો દહીં એક રસાયણ છે જેમાં લેક્ટોબેલેસિસ નામના બેક્ટેરિયા હોય છે. દહીં માં પ્રોટીન, કેલ્શિયમ રાઈબોફ્લેવિન, લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે મેળવાય છે.

ઘણા લોકોને રોજ દહીં ખાવાની આદત હોય છે. કેટલાક તો રોજ જમવામાં એક વાટકી દહી ખાઈ જાય છે. આ આદત કેળવવાથી એટલો ફાયદો થાય છે કે તમે સપનામાં પણ વિચાર નહિ કરી શકો, તો હવે તમને જણાવીએ દહીં ના ફાયદા.

નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે.  દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે.

દહીં ખાવાથી પેટના રોગો અને અલ્સર મટે છે. માથામાં દહીં લગાવીને નહાવાથી ઉંઘ સારી આવે છે. આ લગાવ્યાં પછી વાળમાં શેમ્પૂ લગાવવાની જરૂર નથી રહેતી. દહીં ઘસીને નહાવાથી સ્કિન સોફ્ટ બને છે.

દહીંમાં અજમા નાખીને ખાવાથી કબ્જ ખત્મ થઈ જાય છે. જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે, તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે.

દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.

માદા ઉંટના દૂધથી બનેલા દહીંથી કબજિયાત અને પેટનો દુખાવો મટે છે. બકરીના દૂધના દહીંથી ખાંસી અને હરસ મટે છે. ભેંસના દૂધના દહીંથી કફની તકલીફમાં રાહત મળે છે. દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.

મોઢાના ચાંદલામાં દિવસમાં બે-ચાર વાર દહીં લગાડવાથી ચાંદલા જલ્દી ઠીક  થઈ જાય છે.ચેહરા પર દહીં લગાડવાથી ત્વચામાં નરમ હોવાની સાથે તેમાં નિખાર પણ આવે છે. દહીંને લોટના ચોકરમાં મિક્સ કરી લગાડવાથી ત્વચામાં ચમક આવે છે. ગાયના દૂધના દહીંથી લૂઝ મોશન અને માથાનો દુખાવો મટે છે. ગાયના દૂધથી બનેલા દહીંમાં ભેંસના દૂધથી બનેલા દહીં કરતાં ચરબી ઓછી હોવાથી વજન વધતુ નથી.

જો દહીંને આંબળાના ચૂરણની સાથે ખાવામાં આવે તો શરીરના બધા રોગ અને દોષ દૂર થાય છે. દહીંમાં થોડો ગોળ અથવા તો આંબળાનું ચૂરણ મિક્સ કરીને જો ખાઈએ તો દહીં અમૃત સમાન થઇ જાય છે. માટે દરેક વ્યક્તિ એ રોજિંદા જીવન માં દહીં નું સેવન તો કરવું જ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here