જાણો દેશનાં બીજા સૌથી ધનીક વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમના પરિવાર વિશે,ખુબજ ગરબીમાં વિત્યું હતું અદાણી નું બાળપણ.

આખા વિશ્વમાં પોતાનો ડંકો વગાળનાર ગુજરાતી બીઝનેસમેન ને કોણ નથી ઓળખતું એ પછી અંબાણી હોય કે અડની શુ ફરક પડે આજે આપણે વાત કરવાના છીએ દેશનાં બીજા સૌથી ધનિક વ્યક્તિ અદાણી ની તો આવો જાણીએ તેમના વિશે વિસ્તારમાં.Forbes ઈન્ડિયા મેગેઝિનના વર્ષ 2019ની અમીરોની લિસ્ટમાં બીજા સ્થાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટાઈકૂન ગૌતમ અદાણી છે.18 વર્ષની ઉંમરમાં કોલેજનો અભ્યાસ છોડીને મુંબઈમાં આવીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. પોતાની મહેનતનાં દમ પર જ્યાં ગત વર્ષે તેઓ આ લિસ્ટમાં 10મા સ્થાને હતા ત્યાંથી સીધા બીજા નંબરે છલાંગ લગાવી હતી. તો આવો જાણીએ તેમના પરિવાર વિશે. અને તેમનો પુત્ર શું કામ કરે છે.ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણીનાં બે પુત્રો છે. મોટા પુત્રનું નામ કરણ અદાણી અને નાના પુત્રનું નામ જીત અદાણી છે.

કરણ અદાણીએ અમેરિકાની Purdue Universityમાંતી ઈકોનોમિક્સની ગ્રેજ્યુએશન ડિગ્રી હાંસલ કરી છે. પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે પિતાના બિઝનેસમાં સામેલ થઈ ગયો હતો.કરણને 1 જાન્યુઆરી 2016થી અડાણી પોર્ટ્સ અને SEZ (APSEZ)ના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. કરણ 2009થી સમગ્ર ભારતમાં અદાણી પોર્ટના વિકાસની કમાન સંભાળી રહ્યો છે. વર્ષ 2013માં તેનાં લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ પરિધિ છે.કરણ પોતાના પિતાના પગલાં પર ચાલી રહ્યો છે. તે સમગ્ર અદાણી ગ્રૃપની જવાબદારીઓ સંભાળી રહ્યો છે.અદાણી ગ્રૃપમાં તે દૈનિક કામોની પણ દેખરેખ કરે છે.કોણ છે ગૌતમ અદાણીની પત્ની,ગૌતમ અદાણીની પત્નીનું નામ પ્રીતિ છે. તે અદાણી ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છે. બાળકોની શિક્ષાના કામ માટે તેઓ અભિયાન ચલાવે છે.

તમને જણાવી દઈએ કે, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 15.7 અરબ ડોલર છે.ગૌતમ અદાણીનો બિઝનેસ કેટલાક દેશમાં ફેલાયેલો છે, તેમનો વાર્ષિક ટર્નઓવર 30,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે.ક્યારેક ગરીબીમાં બાળપણ વિતાવનારા ગૌતમ અદાણી આજે એરપોર્ટ સુધી જવા માટે પણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.ગૌતમ અદાણી નો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, તેમના પિતા શાંતિલાલ અદાણી જ્યારે બનાસકાંઠાના થરાદથી અમદાવાદ શિફ્ટ થયા હતા ત્યારે તે પોળ વિસ્તારની શેઠની પોળમાં રહેતા હતા. આ પોળમાં ગૌતમ અદાણી તેમના છ ભાઇ-બહેનો સાથે રહેતા હતા.

અદાણી પરિવાર આજે પણ આ જગ્યાને ભૂલ્યુ નથી. ગૌતમ અદાણી આજે પણ બાળપણના મિત્રોને મળવા માટે અહી આવે છે.ગૌતમ અદાણી કોલેજ ડ્રોપ આઉટ હતા, માટે ડેંટિસ્ટ પ્રીતિના પિતાએ પોતાની યુવતીના લગ્ન ગૌતમ સાથે કરવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ એક જ્યોતિષીએ પ્રીતિના પિતાને કહ્યું હતું કે આગળ જઇને આ યુવક ઘણો અમીર બનશે.તે બાદ ગૌતમના લગ્ન પ્રીતિ સાથે થયા હતા. ગૌતમ અદાણીએ પણ પોતાની મહેનતથી જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી સાબિત કરી દીધી હતી. ગૌતમના બે પુત્ર છે કરણ અને જીત અદાણી.1997માં એક આતંકવાદી સંગઠને ગૌતમ અદાણીને ખંડણી માટે કિડનેપ કરી લીધા હતા, તેમણે કિડનેપરે 18 કલાક બંધી બનાવીને રાખ્યા હતા. તે બાદ 2008માં મુંબઇની તાજ હોટલમાં થયેલા આતંકી હુમલામાં પણ તે હોટલમાં ફસાઇ ગયા હતા. અદાણી કેટલાક ગેસ્ટ સાથે હોટલમાં ડિનર માટે ગયા હતા. કેટલાક સમય બાદ ત્યા હુમલો થયો હતો.

બીજા દિવસે કમાન્ડોએ હોટલમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં એક ગૌતમ અદાણી પણ હતા. આ ઘટના બાદ તેમણે કહ્યું હતું કે ભગવાનની મારી પર દયા છે.સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે ગુજરાતની યૂનિવર્સિટીમાં કોમર્સમાં એડમિશન લીધુ હતું. બે વર્ષ અભ્યાસ કર્યા બાદ બેચલર ડિગ્રી વગર કોલેજ છોડી દીધી હતી. કોલેજ છોડ્યા બાદ તેમણે પોતાના પિતાના ટેક્સટાઇલ બિઝનેસને ના સંભાળતા પોતાની માટે કઇ કરવાનું વિચાર્યુ હતું. 17 વર્ષની ઉંમરમાં તે કેટલાક રૂપિયા લઇને મુંબઇ ગયા અને અહી તેમણે ડાયમંડ શોર્ટરનું કામ કરવાનું શરૂ કર્યુ હતું. 2 વર્ષ સુધી આ કામ કર્યા બાદ તે ડાયમંડ બ્રોકએજ બની ગયા હતા. ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે મુંબઇમાં ડાયમંડની એક ડીલ તેમણે હંમેશા યાદ રહેશે.

જાપાનીઝ બાયર સાથે થયેલી આ ડીલમાં ચાર દિવસ લાગ્યા હતા અને તેમણે કમીશન પેટે 10 હજાર રૂપિયા મળ્યા હતા. આ ડીલે ગૌતમ અદાણીની અંદર આત્મવિશ્વાસ જગાવ્યો હતો.1981ની વાત છે, તેમના ભાઇએ તેમણે પરત મુંબઇથી ઘરે બોલાવી લીધા હતા. અહી તેમણે ભાઇ સાથે મળીને એક પ્લાસ્ટિક પેકેઝિંગ યૂનિટ ખરીદ્યુ હતું.ગૌતમ પોલિમર્સ આયાત કરતા ઇન્ટરનેશનલ માર્કેટને જોયો અને સમજ્યા હતા. તે બાદ તેમનો બિઝનેસ ચાલી નીકળ્યો હતો. ગૌતમ અદાણીએ આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે ટાઇઅપ કરી મોટી સંખ્યામાં પોલિમરને આયાત કરી અને લોકલ માર્કેટમાં સપ્લાય કરવાનું શરૂ કર્યુ હતું. 1988માં તેમણે તેમની માટે એક કંપનીની અદાણી એક્સપોર્ટ્સ બનાવી હતી. તે બાદ તેમણે ક્યારેય પાછળ ફરીને જોયુ નથી. ગૌતમ અદાણીએ કેટલીક ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતું અને તેમને સફળતા મળતી ગઇ હતી.

ગૌતમ અદાણીનો બિઝનેસ કોલસા, પાવર, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, એગ્રો પ્રોડક્ટ્સ, ઓઇલ અને ગેસ જેવી ફિલ્ડમાં ફેલાયેલુ છે.વાત 1990ની છે, અદાણી એક્સપોર્ટ કંપનીના એક કર્મચારીએ શુગર ટ્રેડિંગ મામલે એક ખોટો નિર્ણય લીધો હતો, જેને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયુ હતું. ખુદને નોકરીમાંથી કાઢવાના ડરથી કર્મચારીએ પહેલા માફી માંગી અને ખુદ પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. ગૌતમ અદાણીએ આ કર્મચારીનું રાજીનામુ તેની સામે જ ફાડીને ફેકી દીધુ હતું. ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, મને ખબર છે કે તમને આ ઘટનાથી જે શીખ મળી છે, તેનાથી તમે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહી કરો.

તો એવામાં કોઇ બીજા કર્મચારીને તમારી શીખનો ફાયદો કેમ ઉઠાવવા દઉં, જ્યારે તેની માટે નુકસાન મને થયુ છે.ગૌતમ અદાણી ખુદને ઇંગ્લિશમાં વધુ કંફર્ટેબલ નહતા માનતા અને તેમને કામ માટે ગવર્મેન્ટ ઓફિસર્સ સાથે વાત કરવી પડતી હતી, માટે તે પોતાના મિત્ર મલય મહાદેવિયાને હંમેશા સાથે રાખતા હતા. મલય પણ ગૌતમનીકંપની સાથે જોડાયેલા છે. અદાણીના જૂના સાથીએ એક વખત જણાવ્યુ હતું કે 1980 દરમિયાન ગૌતમ અદાણી પોતાના ગ્રે કલરના સ્કૂટર પર મલય સાથે ફરતા હતા.

ગૌતમ ભોજનના ઘણા શોખીન છે, તે બાજરાની રોટલી અને ઘરનું માખણ ખાવાના શોખીન છે, અદાણીને રિંગણાનું ભરથુ અને ભિંડીનું શાક પણ પસંદ છે. તે ટેનિસ, ક્રિકેટ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે. ગૌતમ અદાણીએ મારૂતિ- 800થી પોતાની સફર શરૂ કરી હતી, જે હવે બીએમડબલ્યૂ અને ફરારી પર પહોચી ચુક્યુ છે. આ સિવાય તેમની પાસે હેલિકોપ્ટર અને પ્રાઇવેટ ચાર્ટડ પ્લેન પણ છે.અદાણી કહે છે કે જો તમારું લક્ષ્ય મોટું હશે તોજ તમે કંઈક મોટું કામ કરી શકશો,પરંતુ જો તમારું લક્ષ્યજ નાનું હશે તો તમે જીવનમાં ક્યારેય આગળ નહીં આવી શકો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top