કોઈપણ દેશના લોકો પાસપોર્ટ વગર બીજા દેશમાં જઈ શકતા નથી. આવી સ્થિતિમાં જે દેશનો પાસપોર્ટ જેટલો પાવરફુલ હોય છે, તેટલી વધુ સુવિધાઓ અન્ય દેશો દ્વારા તે દેશના લોકોને આપવામાં આવે છે. ખરેખરમાં હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રિપોર્ટ ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગના આધારે એક યાદી બહાર પાડવામાં આવી છે.
આ યાદીમાં ભારતને 87મું સ્થાન આપવામાં આવ્યું છે, જે 60 દેશોમાં મુશ્કેલી વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. 60 દેશોમાં ભારતીય લોકો અગાઉના વિઝા વિના ભારતીય પાસપોર્ટ દ્વારા મુસાફરી કરી શકે છે. ત્યા જ આ યાદીમાં રશિયા 50મા સ્થાને, ચીન 69મા સ્થાને અને પાકિસ્તાન 109મા સ્થાને છે. આ યાદીમાં યુરોપનું વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું ગયું છે અને જર્મની હવે દક્ષિણ કોરિયાથી પાછળ છે.
સૌથી શક્તિશાળી પાસપોર્ટ
તાજેતરની રેન્કિંગ અનુસાર, વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં જાપાન પ્રથમ નંબરે છે, ત્યારબાદ સંયુક્ત રીતે દક્ષિણ કોરિયા અને સિંગાપોર બીજા નંબરે છે. જર્મની અને સ્પેન સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે. ફિનલેન્ડ, ઇટલી અને લક્ઝમબર્ગ સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. આ સાથે ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, સ્વીડન અને નેધરલેન્ડ સંયુક્ત રીતે પાંચમા નંબરે છે.
3.93 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં 3.93 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી એકલા 2021માં 1.64 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે.