જાપાનમાં 60 વર્ષની સૌથી મોટી તબાહી, 180 KMની પુર ઝડપે ફૂંકયો પવન, 72 લાખથી લોકો નું સ્થળાંતર.

જાપાનમાં 60 વર્ષમાં સૌથી શક્તિશાળી તોફાન હગિબીસના કારણે લોકોમાં ફફડાટ છે. અત્યાર સુધીમાં 42 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.મળતી માહિતી અનુસાર તોફાન આજે તટ સાથે ટકરાવાની આશંકા છે.જાપાનમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી રહી છે.હગિબીસ તોફાની અસરથી રાજધાની ટોક્યોનું આકાશ ગુલાબી અને જાંબલી રંગનું થઇ ગયું છે. ફિલિપિન્સે આ તોફાનને હગિબીસ નામ આપ્યુ છે. ત્યાંની ભાષામાં તેનો અર્થ ઝડપ થાય છે.

જાપાનમાં 1958માં આ જ પ્રકારના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી.ઝડપથી ફૂંકાતા પવનોએ મચાવી તબાહી,તે સમયે ભયંકર વાવાઝોડાના કારણે 1200 લોકોના મોત નિપજ્યા હતાં અને હજારો લોકો બેઘર બની ગયા હતાં. 180 કિમીની ઝડપે ફૂંકાતા પવનોએ તબાહી મચાવી છે. ઝડપથી ફૂંકાતા પવનોના કારણે રસ્તા પર ચાલતી ગાડીઓ પલટી ગઇ છે. સાથે જ અનેક લોકોના મોતની પણ ખબર છે.જાપાનની સરકારે પૂર અને ભૂસ્ખલનની આશંકાના પગલે તટીય વિસ્તારોને ખાલી કરાવી દીધાં છે. તમામ હવાઇ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ઉડાનો રદ્દ કરી દીધી છે.રેલ નેટવર્ક પણ બંધ કરી દેવામાં આવ્યાં છે.

લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.જાપાનમાં છેલ્લા 60 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. શનિવારે સાંજે 7 કલાકે જાપાનના મુખ્ય હોન્શુ આઇલેન્ડ પર વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં 180 કિલોમીટરની ઝડપે પવનની સાથે અતિભારે વરસાદ તૂટી પડયો હતો. વાવાઝોડાની સાથે સાથે જાપાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સેંકડો મકાનોને નુકસાન થયું હતું. રાજધાની ટોકિયોમાં પણ ભારે વાવાઝોડાં સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. સરકારે લગભગ 72 લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવાના આદેશ જારી કર્યાં હતાં.

ટોકિયોની આસપાસના હગિબિસે ભારે તબાહી મચાવી હતી.ઠેકઠેકાણે પૂર આવ્યું હતું તથા બીજા સેંકડો ઘરોમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી. કુલ 11 લોકોનાં મોત થયાના અહેેવાલો મળ્યા છે.જાપાનના દક્ષિણ કિનારે ત્રાટકેલા વાવાઝોડાના પગલે 11 લોકોનાં મોત થયાં હતાં અને 30થી વધુને ઇજા પહોંચી હતી.ચીબા ખાતે અત્યંત ઝડપથી ફૂંકાઇ રહેલા પવનોના કારણે સર્જાયેલા કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.જાપાનના હવામાન વિભાગના અધિકારી યાસુશી કાજિવારાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા હિગબિસના કારણે ટોકિયો અને આસપાસના વિસ્તારોમાં હાઇએસ્ટ લેવલની ઇમર્જન્સી વોર્નિંગ જાહેર કરવી પડી છે.જાપાનના મોટાભાગના શહેરોમાં ભારે વરસાદના કારણે ઠેકઠેકાણે ભારે પૂર અને ભૂસ્ખલનના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યાં છે.ટોકિયોની ઉત્તરે થયેલા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું છે.

સરકારે જારી કરેલી વોર્નિંગના કારણે હજારો લોકો શેલ્ટરમાં પહોંચ્યાં હતાં.લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે તથા ઇમર્જન્સી સેવાઓને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.બીજી તરફ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જાપાનમાં આવેલા 5.7ની તીવ્રતાના ભૂકંપે ટોકિયો અને આસપાસના વિસ્તારોને હચમચાવી દીધાં હતાં.અમેરિકન જિઓલોજિકલ સરવેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર ટોકિયો નજીક ચીબાના દરિયા કિનારા નજીક જમીનથી 59.5 કિલોમીટરની ઊંડાઇએ હતું.વાવાઝોડાને પગલે રગ્બી વર્લ્ડ કપની બે મેચો અને એક ફોર્મ્યુલાની એક મેચને રદ કરી દેવામાં આવી છે.

જાપાની ગ્રાન્ડ પિક્સની તમામ ગતિવિધિઓને પણ રદ કરી દેવામાં આવી હતી.1958માં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાના કારણે 1200 લોકો માર્યા ગયા હતા હગિબિસની અસરને પગલે રાજધાની ટોકિયોનું આસામ ગુલાબી અને જાંબલી રંગે રંગાયું હતું. આ વાવાઝોડું જાપાનના ઇતિહાસના 60 વર્ષમાં આવેલું બીજું શક્તિશાળી વાવાઝોડું છે.આ પહેલાં 1958માં આવા શક્તિશાળે વાવાઝોડાએ તબાહી મચાવી હતી જેમાં 1200 કરતા પણ વધારે લોકો માર્યા ગયા હતા.ઇમરજન્સી સેવાઓ હાઇ એલર્ટ પર,જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

સરકારે ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખી છે. જાપાનમાં રગ્બી વર્લ્ડ કપની તમામ મેચ રદ્દ કરીને ખેલાડીઓને પરત મોકલી દેવામાં આવ્યાં છે.જાપાનમાં હેગિબિસ વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 56ના મોત અને 175થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ભારે પવન અને વરસાદથી જાપાનના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ છે. જ્યારે 225 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પૂર બાદ જાપાનમાં રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે નેવી પણ પૂરના પાણીમાં બચાવ કાર્ય કરી રહી છે.

જાપાની એનેક નદીઓ ખતરાના નિશાન પરથી વહી રહી છે.જાપાનના હાકોન શહેરમાં 24 કલાકમાં 37 ઈંચ વરસાદ પડ્યો.જેથી હોકોનમાં જળબંબાકારની સ્થિતિ છે.પૂર અને વાવાઝોડાના કારણે બુલેટ ટ્રેન અને વિમાન સેવાને અસર થઈ છે.જાપાનમાં 60 વર્ષ બાદ સૌથી ભયાનક વાવાઝોડુ આવ્યુ છે.1958માં આવેલા તોફાનમાં 1 હજાર 200 લોકોના મોત થયા હતા. ભારે પવનના કારણે 1 હજાર 600 ફ્લાઈટને રદ્દ કરી દેવામાં આવી છે. હેજિબીસના કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.હેગિબીસ વાવાઝોડાના કારણે જાપાનમાં વાયુસેના દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામા આવ્યુ છે. જાપાનના દરિયા કિનારાના વિસ્તારમાં અનકે લોકોને વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા છે.

લોકો પોતાનો જીવ બચાવવા સલામત સ્થળે ખસી ગયા છે.જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે વાયુસેના બાદ નેવીની પણ મદદ લેવામાં આવી રહી છે.વાવાઝોડા અને પૂરના કારણે જાપાનના અનેક શહેરમાં હાહાકાર છે. વાહનો પાણીમાં ગરકાવ થયા છે. તો કેટલાક શહેરમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાયા છે. વરસાદ અને પવનના કારણે અનેક શહેરોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. તો કેટલાક શહેરમાં મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામા આવી છે.

જેમા સૌથી વધારે વિનાશ દરિયા કિનારના શહેરોમાં થઈ છે.હેગિબીસના કારણે જાપાનમાં મોટુ નુકસાન થયુ છે. લોકોને પોતાના ઘરને છોડવા મજબૂર બનવુ પડ્યુ છે. જાપાનમાં તોફાન સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો.. જેથી કેટલીક નદીમાં પૂર આવ્યુ.. આ પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં પણ ફરી વળ્યા છે. અને પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોની હાલાકીમાં પણ વધારો થયો છે. તોફાન બાદ જાપાન સરકારે સેનાની મદદ રાહત અને બચાવ કાર્ય માટે લીધી છે.ભયાનક વાવાઝોડાના કારણે અનેક મકાનોને મોટુ નુકશાન થયુ છે.કેટલાક મકાન નદીના પ્રવાહમાં ધોવાયા છે. જ્યારે ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયા હોવાની ઘટના પણ બની છે.

એક અંદાજે જાપાન સરકારે 11 લાખથી વધારે લોકોને પૂર અને વાવાઝોડા પહેલા સલામત સ્થળે ખસેડ્યા છે. જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નેવી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.ભારે વરસાદના કારણે બુલેટ ટ્રેનને પણ અસર થઈ છે. બુલેટ ટ્રેનના પાટા પર પૂરના પાણી ભરાયા જેથી ટ્રેનમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયુ છે. જાપાનના વિવિધ રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેનને રોકી દેવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારમાં બુલેટ ટ્રેનના પાટા પણ ધોવાયા છે.ત્યારે ટ્રેન વ્યવ્હારને ફરીવાર શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.જો કે આ ખુબજ સારી વાત કહેવાય કે જાપાન ખુબજ જલ્દી પોતાની બગડેલી સ્થિતિ સારી કરી લે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top