જેતપુર જીલ્લા માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક બહેને તેના ભત્રીજા પાસેથી 20 હજાર ઉછીના લીચ હતા પરંતુ પરત ચૂકવવામાં નિષ્ફળ રહેતા ભત્રીજા એ કાકી નું કૅન્સલ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે.
જસદણ તાલુકાના દહીસર ના રહેવાસી આ મહિલા ખેતીમાં મજૂર રાખીને કામ કરાવતી હતી. તેમને ઝેરી અસર થતા સારવાર અર્થે રાજકોટની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દવાખાને સારવાર દરમિયાન તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પહેલા મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ જયારે જસદણમાં હતા ત્યારે તેઓ તેમના ભત્રીજા ને મળ્યા હતા. આ મુલાકાત વખતે તેમને ભત્રીજા પાસેથી ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરી હતી.
આથી ભત્રીજો તેમને ઘરે જઈને રૂપિયા આપું છું તેમ કહીને તેમને સાથે લઈ ગયો હતો.ત્યારબાદ ભત્રીજો તેમને એક ખેતરમાં લઇ ગયો અને તેમને બાંધીને ઝેરી દવા પીવડાવી દીધી હતું.મૃતક મહિલાએ પોલીસને મૃત્યુ પહેલા વધુમાં જણાવ્યું હતું કે,૮ નવેમ્બરના રોજ તેઓ ભત્રીજાની સગાઇ અર્થે જસદણ તાલુકાના લોઢીડા ગામે આવ્યા હતા.
ત્યાંથી આવવામાં મોડું થઇ ગયું હતું. ત્યાંથી પરત ફરતી વેળાએ મહિલાને પોતાના ભત્રીજા પાસેથી ઉછીના રૂપિયાની માંગણી કરી હતી. પોલીસનેપૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 8 તારીખે મહિલાના ભાણાએ તેમને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો.
આથી ભાણાને લાગ્યું કે તેઓ કોઈકના ઘરે રોકાયા હશે. બીજા દિવસે સવારે અન્ય સબંધીનો ભાણાને ફોન આવ્યો હતો અને ભત્રીજાએ મહિલાને દવા પીવડાવી હોવાનું જણાવ્યું હતું. અંતે તમામ લોકો ના નિવેદનો બાદ પોલીસે મહિલા ના ભત્રીજાની ધરપકડ કરી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.