કોરોનાકાળના લગભગ બે વર્ષ બાદ હવે ફરી મનોરંજનના સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ ઇવેન્ટથી લઇ મનોરંજનના અલગ-અલગ શોનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં સૌ પ્રથમવાર YMCA ક્લબમાં તારીખ પાંચ જૂનના રોજ (5 June 2022) પ્રખ્યાત ગાયિકા અને યુથ આઇકોન જસલીન રોયલનો લાઇવ કોન્સર્ટ થવા જઇ રહ્યો છે. બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ “શેરશાહ”નું રાંઝા તેમનું ખુબ જ પ્રખ્યાત અને વાઇરલ થયેલું ગીત છે.
આ ઉપરાંત તેમણે લવ યુ ઝીંદગી, ગલીબોય, વીરે ડી વેડિંગ, હિચકી, અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ “કેસરી” અને બીજા ઘણા બોલીવુડના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.
જસલીન રોયલ (Jasleen Royal) એ મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ “શરતો લાગુ” નું પ્રખ્યાત ગીત મન મેળો માં પણ પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો જે ગુજરાતી દર્શકો ને પણ ખુબ જ ગમ્યું હતું.
આયોજકો ના કહેવા મુજબ હાલમાં યુવા વર્ગથી માંડી દરેક વર્ગનો ચાહક વર્ગ આ પ્રકારના કાર્યક્રમો માટે ઉત્સાહિત છે અને છેલ્લા 2 વર્ષમાં કોરોનાના કપરા કાળમાં ઘરે રહ્યા બાદ સરકારના રસીકરણના અભિયાન બાદ હવે જ્યારે મનોરંજન જગત ઉભું થઇ રહ્યું છે અને કલાકારો પોતાની કલા લોકો સુધી પહોંચાડી દશકોના મન મોહી લેશે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર અમદાવાદના પ્રખ્યાત YMCA ક્લબ ખાતે આગામી 5 જૂન ના રોજ બોલીવુડના પ્રખ્યાત ગાયિકા અને યુથ આઇકોન જસલીન રોયલ (Jasleen Royal) નો ગ્રાન્ડ લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે.
અમદાવાદીઓને છેલ્લા 12 વર્ષથી મનોરંજન પૂરું પાડતું મિસ્ટિકલ વર્લ્ડ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડ કે જેઓ દ્વારા અલગ અલગ બૉલીવુડના કલાકારોના લાઈવ કોન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, હોળી ધુળેટી ની લાઈવ ઇવેન્ટ, 31 ડિસેમ્બરની DJ પાર્ટી સહીત અલગઅલગ મનોરંજક કાર્યક્રમો નું આયોજન અવારનવાર કરવામાં આવતું હોય છે.
ત્યારે આગામી સમયમાં અમદાવાદના YMCA ક્લબના વિશાળ લૉન પાર્ટી પ્લોટ માં બોલીવુડની પ્રખ્યાત ગાયિકા યુથ આઇકોન જસલીન રોયલ (Jasleen Royal) નો લાઈવ કોન્સર્ટ યોજવા જઇ રહ્યો છે.