મહા મહિનાની સુદ એકાદશીને જયા એકાદશી વ્રત કહેવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશીનું વ્રત 12 ફેબ્રુઆરી, શનિવારે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રતના પુણ્યથી વ્યક્તિને ભૂત, પ્રેત કે પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે, મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શ્રી હરિની કૃપાથી તમામ પાપો પણ ધોવાઈ જાય છે. જો તમારે પણ જયા એકાદશીનું વ્રત રાખવું હોય તો આ બાબતો જાણવી જરૂરી છે શું કરવું અને શું ન કરવું.
શું ન કરવું
1. જયા એકાદશીના દિવસે ફૂલ, પાંદડા વગેરે તોડવાની મનાઈ છે. પૂજા માટે ઉપવાસના એક દિવસ પહેલા ફૂલ, તુલસીના પાન વગેરે તોડી લો.
2. જયા એકાદશીના દિવસે દાનમાં આપેલું ભોજન ક્યારેય ન ખાવું જોઈએ.
3. એકાદશી વ્રત દરમિયાન સલગમ, પાલક, ચોખા, પાન, ગાજર, રીંગણ, કોબીજ, જવ વગેરે ન ખાવા જોઈએ. એનાથી દોષ લાગે છે.
4. એકાદશી વ્રત રાખનારાઓએ ઉપવાસ કરતા પહેલા તામસિક ખોરાક, લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ.
5. જયા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને ન તો કોઈને કડવી વાત કરવી જોઈએ. ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ.
6. જેઓ જયા એકાદશીનું વ્રત કરે છે અથવા તેમના પરિવારજનો માટે વ્રતના દિવસે મુંડન કરવું, નખ કાપવા, વાળ કાપવા, સાવરણી સાફ કરવાની મનાઈ હોય છે.
શું કરવું
1. એકાદશી વ્રતના દિવસે શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરો.
2. વિષ્ણુ પૂજાના સમયે જયા એકાદશી વ્રતની કથા સાંભળવી જરૂરી છે.
3. એકાદશી વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પંચામૃત અને તુલસીના પાનનો ઉપયોગ કરો.
4. જો આ દિવસે કોઈ તમારા દ્વારે ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથે જવા ન દો. વ્રતના દિવસે દાન કરવાથી પુણ્ય લાભ મળે છે.
5. એકાદશીના ઉપવાસના પારણા સૂર્યોદય પછી કરો. જો કે, પારણા બારસની તિથિના અંત પહેલા કરી લેવા જોઈએ.