અંતે જયેશ રાદડિયાને મનાવી લેવામાં આવ્યા, રાજીનામાની વિરોધને લઈને આવ્યો અંત

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભાજપ દ્વારા મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરી અપનાવતા વિરોધ જોવા મળી રહ્યો છે. મૂળ કોંગ્રેસના અને ભાજપમાં આવનાર કેટલાક નેતાઓ દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે, પરંતુ એવું પણ કહેવાય છે કે, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા દ્વારા રાજીનામું આપતા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેમને બુધવાર રાત્રિ સુધીમાં મનાવી લેવામાં હોવાનું પણ સામે આવ્યું છે.

સહકાર ક્ષેત્રમાં મોટું નામ તરીકે જયેશ રાદડિયાને પણ અન્ય મંત્રીઓની જેમ પડતા મુકવામાં આવ્યા છે. જયેશ રાદડિયાને પડતા મુકવામાં આવશે તે બાબતની જાણ જયારે તેમને કરાઈ ત્યારે તેઓ નારાજ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

ત્યાર બાદ તેમણે નારાજગી જાહેરમાં વ્યકત કરવાને બદલે ભાજપના નેતાઓ સમક્ષ વ્યકત પણ કરી હતી. જયેશ રાદડિયા દ્વારા ત્યાં સુધી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો કે, એક તબક્કે તેમને રાજીનામું દેવા સુધીની વાત કહી દીધી હતી.

તેમની આ વાતથી ભાજપના નેતાઓ પણ ભયભીત જોવા મળ્યા હતા. અન્ય નેતાઓ પણ રાજીનામું આપી શકે છે તે બાબતથી રાદડિયાને મનાવવા માટે મોવડી મંડળ દ્વારા તમને મનાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો