Amazon ના સ્થાપક જેફ બેઝોસ આજે CEO પદ પરથી આપશે રાજીનામું, જાણો આગળ શું છે યોજના

એક ઑનલાઇન બુકસ્ટોર તરીકે એમેઝોન (Amazon) ની શરૂઆત કરનાર અને તેને શોપિંગ ની દુનિયામાં મહારથી બનાવનાર જેફ બેઝોસ (Jeff Bezos) કંપનીના CEO પદેથી રાજીનામું આપશે. આજે સોમવાર (5 જુલાઈ) થી તે હવે કંપનીના સીઈઓ રહેશે નહીં. બેઝોસની જગ્યા અમેજોન ના ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસ સંચાલન કરનાર એન્ડી જેસી (Andy Jassy) જગ્યા લેશે.

જો કે, લગભગ 30 વર્ષ CEO પદ પર રહ્યા પછી, Jeff Bezos હવે કાર્યકારી અધ્યક્ષની નવી ભૂમિકા નિભાવશે. બેઝોસે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યું હતું કે તે અન્ય કાર્યોને વધુ સમય આપવા અને તેની કંપની બ્લુ ઓરિજિન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોન સીઇઓ પદ છોડવા માંગે છે.

સ્પેસ ફ્લાઇટના મિશન પર કામ કરી રહ્યા છે Jeff Bezos

Jeff Bezos તેના નવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. બેઝોસ હવે સ્પેસ ફ્લાઇટ (Space Flight) ના મિશન પર કામ કરી રહ્યા છે. તે તેમની કંપની ‘બ્લુ ઓરિજિન’ આ મહિને સંચાલિત થનારી પહેલી અવકાશ વિમાનમાં સવાર થશે.

20 જુલાઇએ અવકાશયાન માટે ભરશે ઉડાન નવું શેફર્ડ અવકાશયાન

હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર Jeff Bezos કહ્યું હતું કે તે, તેના ભાઈ અને હરાજીમાં વિજેતા બનેલા એક બ્લુ ઓરિજિનના ‘ન્યુ શેફર્ડ’ અવકાશયાનમાં સવાર હશે જે 20 જુલાઈએ ઉડાન ભરશે. આ સફરમાં, ટેક્સાસથી અવકાશની ટૂંકી મુસાફરી થશે. 20 જુલાઈએ એપોલો-11 ના ચંદ્ર પર આગમનની વર્ષગાંઠ પણ ઉજવવામાં આવે છે.

Jeff Bezosએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું, ‘પૃથ્વીને અવકાશથી જોવું, તમને બદલી નાખે છે, તે આ ગ્રહ સાથેના તમારા સંબંધોને બદલે છે. હું આ ફ્લાઇટમાં ચઢવા માંગુ છું કારણ કે તે કંઈક એવી વસ્તુ છે જે હું હંમેશાં મારા જીવનમાં કરવા માંગતો હતો. તે એક રોમાંચ છે. તે મારા માટે ખૂબ જ મહત્વનું છે.

Scroll to Top