આવો જાણીએ તેના જ શબ્દોમાં કે તેણે એવું શું લખ્યું છે. પતિનું ચાલી રહ્યું છે અફેરક્યારેક જિંદગીમાં એવી અણધારી ઘટનાઓ બનતી હોય છે. જેનો જ્યારે ખ્યાલ આવે છે ત્યારે આફતનો પહાડ તૂટી પડવાની લાગણી અનુભવાતી હોય છે. પરંતુ અહિ એક એવી મહિલાની વાત છે. જેને પોતાના પતિના અફેરની ખબર પડતાં જ તેની મહિલા ફ્રેન્ડને લેટર લખ્યો.
તેમ છતાં હું એટલું કહી શકું છું કે તું એક વીસીમાં પહોંચેલી યુવતી છો. જે સરસ હાઈટ ધરાવે છે અને ન અવગણી શકાય તેવું ફીગર ધરાવે છે. અથવા તો તું ત્રીસીમાં પહોંચેલી સ્ત્રી પણ હોય શકે છો.
જેન મનમાં ભરપૂર એટિટ્યૂડ ભરેલો છે.’ ડિયર રોશની, તને જાણીને આશ્ચર્ય થશે કે મને તારા અને મારા પતિ વચ્ચેના રિલેશનની ખબર જ છે. ચિંતા ન કર, તને આ વાત ત્યારે જ ખબર પડશે જ્યારે તું ખરા અર્થમાં એક પત્ની બનીશ. જોકે, હું તને ક્યારેય રુબરુ મળી નથી તેમજ તારુ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પણ ચેક કર્યું નથી.
હું જાણું છું કે તને પણ એટલી જ મજા આવતી હશે. તે પૈસાદાર છે, વેલ સેટલ્ડ છે અને ચાર્મિંગ પણ છે.’
જોકે, એક સ્ત્રીની નજરથી કહું તો એ તારી સાથે એટલા માટે નથી કારણકે તારો લુક સારો છે. એ તારી સાથે એટલા માટે છે કારણકે તે કંટાળી ગયો છે અને સારો સમય પસાર કરવા ઈચ્છે છે. હું જાણું છું કે તારા માટે એ માનવું થોડું અઘરું છે પણ એ જ વાસ્તવિક સ્થિતિ છે.
‘હું જાણું છું કે જ્યારે એ તને મોંઘીદાટ ગિફ્ટ્સ આપતો હશે ત્યારે તારા મનમાં કેવી લાગણીઓ ઉત્પન્ન થતી હશે. આપણે બન્ને સમજીએ છીએ કે તે ચાર્મિંગ પર્સનાલિટી ધરાવે છે. પરંતુ તને એ વાતની જાણ નથી કે આ ચાર્મિંગ મેન પચાસની ઉંમરે પહોંચ્યો છે અને બે ટીનેજરનો પિતા છે. જેને તે પોતાની જાત કરતાં પણ વધુ ચાહે છે ઉપરાંત હું તેમની માતા છું. આ સંબંધ જ અમને એકબીજા સાથે જોડી રાખે છે.
અમારા લગ્નને બે દશક કરતાં વધારે સમય થયો છે. હું જ એકમાત્ર સ્ત્રી નથી. જે તેના જીવનમાં છે. આ જ રીતે તારે પણ એ સમજવું પડશે કે તારી સામે અન્ય ત્રણ સ્ત્રીઓ છે જેનો તારે સામનો કરવાનો છે. તેની માતા, તેની પત્ની અને એક દીકરી. જ્યારે હવે માતાની વાતનો ઉલ્લેખ થયો છે તો હું તેની માતા વિશે થોડું જણાવવા ઈચ્છું છું.
તે એક એવી માતા છે જે દિવસો પસાર થતા જ અનેક ગણી પરિસ્થિતિઓનો સામનો કરીને મજબૂત બની છે. જોકે, તે અમારી સાથે રહેતી નથી પણ મારા પતિ હંમેશા તેમની માતાને એક ફોન કરીને દિવસની શરુઆત કરે છે. મને આ વાતની ત્યારે જ ખબર પડી હતી જ્યારે મારા તેમની સાથે લગ્ન થયાં હતાં.
અમારા કુટુંબમાં તારુ સ્વાગત છે. અમારી ફેમિલીને સમજવા માટે તને હું કેટલીક હિંટ આપું છું. તેની માતા હજુ પણ મને ધિક્કારે છે. તેના પૌત્ર-પૌત્રીઓ સિવાય જે કોઈપણને તે પ્રેમ કરે છે તે દરેકને ધિક્કારે છે. હું એ જોવા માટે તલપાપડ છું જ્યારે તેને ખબર પડશે કે હવે તેની જિંદગીમાં પણ એક નવી સ્ત્રીનો ઉમેરો થયો છે. જેવું મેં તને પહેલા કહ્યું કે તે પચાસે પહોંચ્યા છે. બસ થોડા જ વર્ષની વાર છે જ્યારે ઉંમર તેની અવસ્થાની ચાડી ખાવા લાગશે.
તે ચોક્કસ તેની માતા જેવા જ લાગશે. દરેક વાતે અસંતોષ, એક વૃદ્ધ વ્યક્તિ. તમારે ખરેખર તો તેની માતાને મળવું જોઈએ જેથી તમને ખબર પડે કે તમે ક્યાં આવી રહ્યાં છો. જ્યાં સુધી વાત છે સેક્સ લાઈફની તો કદાચ એ પણ દસ અથવા તો પંદર વર્ષથી વધુ નહિ ચાલે. પછી તું શું કરીશ.
તારા ભાગે એ વ્યક્તિ આવશે જે દિવસે દિવસે નબળો પડતો જઈ રહ્યો છે અને જેણે ડિવોર્સ લીધેલાં છે. મારે ફાઈનાન્શિયલ સ્ટેટસ વિશે વધારે પડતી ચિંતા કરવાની જરુર પણ નથી. મારી નોકરી મારા બધા જ બીલ ચૂકવે છે એ પણ કોઈ જ પુરૂષની મદદ લીધાં વગર.
સારી કે ખરાબ, કોઈપણ પરિસ્થિતિ હશે તું હંમેશા તેની સાથે જ રહીશ. હવે હું એક જ પત્રમાં બધું જ કહેવા ઈચ્છતી નથી. ચાલ આપણે મળીએ અને જો હું કદાચ ડિવોર્સ આપું તો તારી આવનાર સુંદર લાઈફ વિશે વાત કરીશું.
તેમની માતા કદાચ તમને સ્વીકારશે અને તેના પૌત્રને ચાહવાનું પણ ભૂલી જશે એવું પણ બને. આ પછી પણ જ્યારે તેને બાળકોના હાયર એજ્યુકેશનના ખર્ચા આવશે ત્યારે તેની પાસે તને આપવા માટે ઘરનાં અથવા કારનાં પણ રુપિયા નહિ બચ્યાં હોય. પણ હું તારા પ્રેમ પર ભરોસો કરું છું.