યોગી સરકારના નિર્ણય પર HCની મહોર, હવેથી ‘ઝાંસી રેલવે સ્ટેશનનું નામ વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન

અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના નિર્ણય પર મોહર લગાવતા અરજીકર્તાને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં, ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવાના યુપી સરકારના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામેના યુદ્ધમાં બલિદાન આપ્યું હતું. તેથી ઝાંસીને વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખવી જોઈએ. તે જ સમયે, અરજદારે દલીલ કરી હતી કે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ ન બદલવાને કારણે લોકો મૂંઝવણમાં છે.

તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણા સ્ટેશનો અને શહેરોના નામ બદલ્યા છે. તેમાં ઝાંસી રેલવે સ્ટેશનનું નામ પણ સામેલ છે. યોગી સરકારે ઝાંસીના રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ કરી દીધું અને તેની સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. અરજદારે કહ્યું કે રેલ્વે સ્ટેશનનું નામ બદલવાના કારણે ઘણા મુસાફરો મુંઝવણમાં મુકાઈ રહ્યા છે.

જે બાદ હાઈકોર્ટે ટિપ્પણી કરી અને રાજ્ય સરકારના નિર્ણય પર મહોર લગાવતા કહ્યું કે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સામેની લડાઈમાં બલિદાન આપ્યું હતું. તેથી ઝાંસીને વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખવી જોઈએ. જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથની જાહેરાત બાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઝાંસી સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ કરવામાં આવ્યું હતું.

Scroll to Top