રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી, બ્રાહ્મણોએ શરૂ કર્યા મહા મૃત્યુંજય મંત્રનો જાપ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એક તરફ સરકાર લોકડાઉન બાદ સ્થિતિને સામાન્ય કરવા માટે તબક્કાવાર અનલોક જાહેર કરી રહી છે. બીજી તરફ કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના જાણીતા કથાકાર જીગ્નેશ દાદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાધે રાધેના ઉપનામથી જાણીતા કથાકાર જીગ્નેશ દાદાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેમને સારવાર દરમિયાન ઓક્સિજન પર રાખવામાં આવેલા છે. વિડીયો વાઈરલ થયા બાદ શુભચિંતકો તેમના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછી રહ્યા છે. તેમજ તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના અને મંત્રોના જાપ કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે અનેક લોકો આગળ આવ્યા હતા અને એમાં ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું દાન કર્યુ છે. ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાએ રાધે રાધે ચેરીટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી 5 લાખ 55 હજાર 555 રૂપિયાનું કોરોના વાયરસ સામે લડવા માટે દાન આપ્યુ હતું આ સાથે જ તેમણે માનવ સેવા એજ પ્રભુસેવા સૂત્રને સાર્થક કર્યુ હતું.

જિગ્નેશ દાદાનું સાચું નામ જિગ્નેશભાઈ ભાયશંકરભાઈ ઠાકર છે. જીગ્નેશ દાદા નો જન્મ માર્ચ ૨૫, 1986 ના રોજ, ગુજરાત રાજયના અમરેલી જિલ્લાના કરિયાચડ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંકરભાઈ છે. અને તેમની માતાનું નામ જયાબેન છે અને તેમને એક બહેન છે. બાળપણમાં તેમના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. રાજુલા પાસે આવેલા જાફરાબાદમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું છે.

તમને ખાસ નવાઈ લાગે તેવી વાત તે છે કે જીગ્નેશ દાદા આમ જોવા જઈએ તો એરોનોટિકલ એન્જીનીયરીંગ કરતા હતા જો કે ત્યારબાદ તેમને ભણવાનું છોડી ને કથાનું ચાલુ કર્યું હતું.

અમરેલીની એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચુક્યા છે. તેઓએ સંસ્કૃતનું શિક્ષણ દ્વારકામાં લીધું છે. હાલમાં તેઓ સરથાણા જકાત નાકા પાસે નાના વરાછા, સુરત રહે છે અને સુરતમાં જ તેમના કથાના ઘણા મોટા આયોજનો થાય છે.

તેઓએ લગભગ 100 થી વધુ કથાઓ કરી છે તેમજ 150 થી વધુ એવોર્ડ મેળવેલા છે. રાધે રાધેના જપ કરતાં રહેતા અને તેનાથી જ ઓળખાતા જીગ્નેશ દાદાની વાણી મધુર છે આથી તેમના ભજન ગીતો પણ ઘણા લોકપ્રિય છે અને તેમની કથા સાંભળવી પણ લોકોને ગમે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here