ગુજરાતી કલાકારોમાં કોરોનાની એન્ટ્રી, જીગ્નેશ કવિરાજ સહિત આ કલાકાર કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ભયંકર રીતે વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના જાણિતા બે કલાકાર રાકેશ બારોટ અને જિગ્નેશ બારોટ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ બન્ને કલાકાર હોમ ક્વોરન્ટાઇન થયા છે. તો રાજલ બારોટનો પણ રિપોર્ટ પોઝિટિવ છે પરંતુ તેમની સત્તાવાર કોઈ માહિતી મળી નથી. જોકે જિગ્નેશ અને રાકેશ બારોટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી છે. સાથે તેમણે સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવાની વિનંતી કરી છે.

જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.જીગ્નેશ બારોટે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે, મારો Covid-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હું અત્યારે હોમ ક્વોરેન્ટાઇન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું કોરોના રિપોર્ટ કરાવવા માટે નમ્ર વિનંતી કરું છું. કોરોના હજી આપણા વચ્ચેથી ગયો નથી. કોરોનાથી સાવચેતી રાખવી આપણા અને આપણા પરિવાર માટે જરૂરી છે.

તો રાકેશ બારોટે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું કે, મિત્રો આજે હું Covid પોઝિટિવ આવ્યો છું, તો હમણાં બે-ત્રણ દિવસમાં હું જેમના કોન્ટેક્ટ આવ્યો છું એ મિત્રો કોવિડ ટેસ્ટ કરાવી લે અને બીજા તમામને મારી નમ્ર વિનંતી છે કે આ કપસા સમયે બધા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે.

Scroll to Top