રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 40મી એન્યુઅલ જનરલ મીટિંગમાં JioPhone લોન્ચ કર્યો. જોકે 15 ઓગસ્ટથી સિલેક્ટેડ ગ્રાહકોને ટ્રાયલ માટે ઉપલબ્ધ થશે. JioPhone માટે 24 ઓગસ્ટથી પ્રી-બુકિંગ કરવામાં આવશે અને ગ્રાહકોને 1 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.
ગ્રાહકો JioPhoneની પ્રી-બુકિંગ MyJio એપ અને જિયોના રિટેલ સ્ટોર પર જઇને 24 ઓગસ્ટથી ખરીદી શકે છે.JioPhoneની કિંમત 0 રાખવામાં આવી છે. જોકે સિક્યોરિટી માટે કંપની ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા લેશે જેને 3 વર્ષ બાદ રિફન્ડ કરવામાં આવશે.
આ JioPhoneને આકાશ અને ઇશા અંબાણીએ લોન્ચ કર્યો, આ ફોનના ફિચર વિશે વાત કરવામાં આવે તો વૉઇસ કમાન્ડને સપોર્ટ કરશે. આ ફોનમાં 2.4 ઇંચ QVGA ડિસ્પ્લે, માઇક્રો SD કાર્ડ સ્લોટ, ટોર્ચ લાઇટ, FM રેડિયો, પેનિક બટન અને 22 ભાષાઓને સપોર્ટ કરશે. આ ફોન 4G સપોર્ટની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
આ ઇન્ટેલિજન્ટ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 2 મેગાપિક્સલ રિયર કેમેરા, ફન્ડમાં VGA કેમેરા, 4GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 512MB RAM આપવામાં આવશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે JioPhoneને JioTV અને JioCinema કન્ટેન્ટને મોટા સ્ક્રીન પર દેખવા મળશે અને કોઇ પણ TVની સાથે કનેક્ટ કરી શકાશે.