Jio યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, કંપનીએ બંધ કર્યા આ બે સૌથી સસ્તા પ્લાન

દેશની દિગ્ગજ નેટવર્ક કંપની રિલાયન્સ જિયો હવે પોતાના જિયો ફોન માટે બે સૌથી સસ્તા પ્લાનને બંધ કરી દીધા છે. જિયો ફોનના યૂઝર્સ 39 રૂપિયા અને 69 રૂપિયાવાળા પ્લાનનો ઉપયોગ હવે કરી શકશે નહીં.

જ્યારે આ પ્લાન્સને જિયોની ઓફિશિયલ વેબસાઈટ અને માયજિયો એપ પરથી દુર કરી દેવામાં આવ્યા છે. આ બંને પ્લાન્સને આ વર્ષના મે મહિનામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને પ્લાન્સ બંધ થયા બાદ જિયોનો સૌથી સસ્તો પ્લાન 75 રૂપિયાનો જ રહ્યો છે.

જ્યારે હવે જિયોની ઓફિશિયલ વેબસાઈટ પર જિયો ફોન માટે ઉપલબ્ધ સૌથી સસ્તો 75 રૂપિયાનો પ્લાન રહ્યો છે તેથી જ આ પ્લાન ખરીદવો પડશે. જ્યારે આ સિવાય રિલાયન્સ જિયોની ઓફિશિયલ વેબસાઈટ પર 125 રૂપિયા, 155 રૂપિયા, 185 રૂપિયા અને 749 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન્સ પણ રહેલા છે.

જિયોના 39 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનની વાત કરવામાં આવે તો યૂઝર્સને દરરોજ 100 એમબી હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો હતો. જેમાં કુલ મળીને આ પ્લાનમાં 1400 એમબી હાઈ સ્પીડ ડેટા પ્રાપ્ત થતો હતો. હાઈ સ્પીડ ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટની 64 કેબીપીએસની સ્પીડ તેની સાથે મળતી હતી.

આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ પણ પ્રાપ્ત થતું હતું. આ પ્લાન 14 દિવસનો રહેલો હતો. તેની સાથે જિયો ટીવી, જિયોસિનેમા, જિયોન્યૂઝ, જિયોસિક્યુરિટી અને જિયોક્લાઉડ સહિતની જિયો એપ્સનો એક્સેસ આ પ્લાનમાં પ્રાપ્ત થતો હતો.

આ સિવાય જિયોના 69 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા પ્રાપ્ત થતો હતો. કુલ મળીને આ પ્લાનમાં 7 જીબી હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો હતો. હાઈ સ્પીડ ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની 64 કેબીપીએસની સ્પીડ પ્રાપ્ત થતી હતી. આ પ્લાનમાં જિયો ટીવી, જિયોસિનેમા, જિયો ન્યૂઝ, જિયો સિક્યુરિટી અને જિયો ક્લાઉડ સહિતની જિયો એપ્સનો એક્સેસ મળી જાય છે.

જ્યારે જિયોના 75 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 0.1 જીબી + 200 એમબી હાઈ સ્પીડ ડેટા પ્રાપ્ત થાય છે. કુલ મળીને આ પ્લાનમાં 3 જીબી હાઈ સ્પીડ ડેટા મળી રહ્યો છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ સમાપ્ત થયા બાદ ઈન્ટરનેટની 64 કેબીપીએસની સ્પીડ પ્રાપ્ત થાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવે છે.

આ સિવાય આ પ્લાનમાં 50 એસએમએસ પણ મળે છે. જ્યારે આ પ્લાન 28 દિવસનો છે. અન્ય ફાયદાની વાત કરવામાં આવે તો, આ પ્લાનની સાથે જિયો ટીવી, જિયોસિનેમા, જિયોન્યૂઝ, જિયોસિક્યુરિટી અને જિયોક્લાઉડ સહિતની જિયો એપ્સનો એક્સેસ પણ મળી જાય છે.

Scroll to Top