હાલમાં જ્યારે બધીજ ટેલિકોમ કંપની ખોટમાં ચાલી રહી છે ત્યારે એક માત્ર જીઓજ નફા માં દોડી રહી છે. પરંતુ હવે એરટેલ પણ પોતાના ગ્રાહકોને અવનવી સુવિધા આપવાનું છે. જીઓ અને એરટેલ બન્ને કંપનીઓ એક બીજાના મુકબલે પોતાના ગ્રાહકો માટે એકથી એક સારા પ્લાન લઈને આવે છે. અમુક પ્લાન ડેટાવાળા હોય છે તો અમુક પ્લાનમાં અનલિમિટેડ. ત્યારે હવે જીઓને માત આપવા માટે એરટેલ ખુબજ યુનિક અને એકદમ નવા જે અન્ય કોઈ ટેલિકોમ કંપની નથી આપતી તે સેવાઓ લઈને આવી છે પરંતુ તે પહેલાં એરટેલ ગુજરાતીઓને 4જી સુવિધા આપવા જય રહી છે.3જી ટેકનોલોજીને તબક્કાવાર દૂર કરવાની તેની યોજના સાથે આગળ વધતાં ભારત એરટેલે આજે ગુજરાતમાં તેની 3G સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.આ સાથે ગુજરાતમાં એરટેલ મોબાઈલ બ્રોડબેન્ડની સેવાઓ હાઈ સ્પીડ 4G નેટવર્ક પર ઉપલબ્ધ બનશે તેમ જ એરટેલ 3Gના ગ્રાહકોને 4Gમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.
તે ઉપરાંત કંપની ગુજરાતમાં ફિચર ફોન પર ગ્રાહકોની કનેક્ટિવિટીની જરૂરિયાત પૂરી કરવા 2G સેવા જાળવી રાખશે.3G સેવાધારકોને હેન્ડસેટ્સ/સીમ અપગ્રેડ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે જેમનો હેન્ડસેટ્સ/સીમ અપગ્રેડ ન થયો હોય તેવા 3G ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની વોઈસ સેવા ચાલુ રહેશે.આ પ્રસંગે ભારતી એરટેલના ગુજરાત ખાતેના સીઓઓ નવનીત શર્માએ જણાવ્યુ હતું કે, 4G ડેવલપમેન્ટ અને 3G સ્પેક્ટ્રમનું રિ-ફોર્મિંગ અમારા ગ્રાહકોને સતત કનેક્ટિવિટી અને ઉત્તમ સ્તરે ડેટા અનુભવ પૂરો પાડવો તે અમારી રાષ્ટ્રીય વ્યુહરચનાનો ભાગ છે.
ભારતમાં સ્માર્ટફોન ઈકો સિસ્ટમ હાલમાં એવા તબક્કામાંથી પસાર થઈ રહી છે, જેમાં માત્ર 4G ડિવાઈસીસનો વ્યાપકસ્તરે વધારો થઈ રહ્યો છે.તેના 4જી નેટવર્કને મજબૂત બનાવવા 3જી સ્પેક્ટ્રમને રી-ફાર્મ કરશે.એરટેલ સમગ્ર ગુજરાતમાં 4જી સાથે 2જી સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખશે.ગુજરાતમાં એરટેલ ગ્રાહકોને વૈશ્વિક સ્તરની 4જી સેવાઓ પૂરી પાડવા માટે 2300 મેગાહર્ટ્ઝ ટીડી એલટીઈ, 2100 મેગાહર્ટ્ઝ એલટીઈ 2100 અને 1800 મેગાહર્ટ્ઝ એફડી એલટીઈ ની મજબૂત સ્પેક્ટ્રમ બેન્કનો ઉપયોગ કરે છે.ભારતમાં એરટેલને વૈશ્વિક સ્તરે અનેક પ્લેટફોર્મ્સ દ્વારા સૌથી ઝડપી મોબાઈલ નેટવર્ક તરીકે સાતત્યપણે રેટિંગ આપવામાં આવ્યું છે.આતો હતી વેટ ફક્ત 4જીનેટવર્ક આપવાની પેનતું સાથે સાથે જે સુવિધાઓ મળે છે તે બાદ તમે જીઓ ને પણ બાય બાય કહી દેશો.
સૌથી પહેલા સુવિધા ની વાત કરી તો એમેઝોન પ્રાઈમ વીડિયો જેવી સુવિધાઓનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.જીયો સાથે હરિફાઈને લઈને એરટેલે પણ ઘણા સારા પ્લાન લોન્ચ કર્યા છે. તેમાંથી એક સસ્તા પ્લાન પર 4 લાખ સુધીનો જીવન વીમા અને અન્ય ઘણી સેવાઓ મળી રહી છે. આવો જાણીએ શું છે પ્લાન.રિલાયન્સ જીઓની જેમ જ એરટેલ પણ પોતાના ગ્રાહકોને વિંક મ્યૂઝિક એપનું સબ્સક્રિપ્શન આપી રહ્યું છે. મ્યૂઝિક ઉપરાંત તમને એરટેલના 299 રૂપિયા વાળા પ્લાનમાં તમને એરટેલ એક્સટ્રીમ એપનું પણ સબ્સક્રિપ્શન મળી રહી છે.
એવામાં તમે એરટેલ એક્સટ્રીમ એપ પર વીડિયો, ફિલ્મ અને લાઈવ ટીવી જોઈ શકશો.આ બધા ઉપરાંત તમને આ એપ પર ઓરિજનલ વીડિયો શો પણ જોવા મળશે.આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમને નોર્ટન મોબાઈલ સિક્યોરિટી મળે છે.એવામાં તમે તેના દ્વારા પોતાના ફોન માટે એન્ટી વાયરસનો ઉપયોગ કરી શકો છો.તેની સાથે તમને એન્ટી થેફ્ટ પણ મળે છે.સાથે જ કોઈ પણ પ્રાકરના વાયરસ અને હેકિંગ અટેકથી પણ તમારા ફોનને સુરક્ષા મળશે. મોટી વાત એ છે કે ભલે 299 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે પરંતુ નોર્ટન મોબાઈલ સિક્યોરિટી તમને પૂરા એક વર્ષ માટે મળશે.
આ નવા પ્લાન હેઠળ એરટેલ ચાર મહિના સુધી શો એકેડમીની અને ઓનલાઈન અભ્યાસ કરવાનો મોકો આપી રહી છે.શો એકેડમી ઘણા પ્રકારના કોર્સ ઓનલાઈન કરાવે છે જેને ફોટોગ્રાફી, કોડિંગ જેવા ઘણા કોર્સનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્લાનની સાથે તમને એક મહિના સુધી ફ્રીમાં પોતાની સુવિધાઅનુસાર ઓનલાઈ અભ્યાસ કરી શકો છો.આ પ્લાનનો એક મોટો ફાયદો એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનનો છે.
માત્ર 299 રૂપિયામાં તમને 28 દિવસ સુધી રોજ 2.5 જીબી ડેટા મળે છે અને સાથે જ દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે.રોજ 100 એસએમએસ પણ મળે છે.આ પ્લાનમં એરટેલના ગ્રાહકોને 4 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો મળે રહ્યો છે.જે એચડીએફસી લાઈફની તરફથી મળશે.આ વીમાનો ફાયદો 18થી લઈને 54 વર્ષની ઉંમરવાળા વ્યક્તિ જ ઉઠાવી શકે છે.આ પ્લાનની ખાસ વાત કરવામાં આવે તો તેમાં કોઈ પણ પ્રકારના પેપરવર્ક અથવા મેડિકલ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. તેની સાથે જ વીમાની એક કોપીને ગ્રાહકોના ઘરે પહોંચાડી દેવામાં આવશે.જે ખુબજ સારો નિર્ણય સાબિત થઈ શકે છે.