જીતુ વાઘાણીનો પુત્ર BCA ની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

‘ચોકીદાર’ શબ્દ ઉછાળીને દેશભરમાં ચર્ચા જગાવનાર ભાજપના ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત ભાવનગર યુનિવર્સિટીની બી.સી.એ.ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વ્યાપક ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, બપોરે લગભગ 12.45 વાગ્યે કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને યુનિ. સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી છે. યુનિ.ના મોટાભાગના સત્તાધીશોના ફોન બંધ આવી રહ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટીમાં BCA માં અભ્યાસ કરે છે. જેને લઈને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જીતુ વાઘાણીનો પુત્ર મિત M.J.કૉલેજ ઓફ કોમર્સમાં પ્રથમ સેમિસ્ટર B.C.A ની એટિકેટિની પરીક્ષામાં 27 કાપલી સાથે નકલ કરતા પકડાયો છે.

આ મુદ્દે જ્યારે યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમના તરફથી કોઈ. યુનિવર્સિટીના અન્ય કોઈ અધિકારી આ મુદ્દે કોઈ માહિતી આપવા તૈયાર નથી. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોપીકેસ અંગે નિવેદન આપતા કહ્યું કે એ સાચી વાત છે કે મારો પુત્ર પરીક્ષામાં નકલ કરતા ઝડપાયો છે તેને હું સ્વીકારું છું. મને વિશ્વાસ છે કે જો તેણે ભૂલ કરી હશે તો યુનિવર્સિટીના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને તેને બે વર્ષ માટે યુનિવર્સિટીમાં બ્લેકલિસ્ટ કરી પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. હું આશા રાખું છું કે લોકો આ વાતને આવકારશે કે ભાજપના વરિષ્ઠ નેતા તરીકે મેં મારા પુત્રને બચાવવા માટે સત્તાનો ઉપયોગ કરી પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી કરી નથી. જે રીતે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓ કરી ચૂક્યા છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here