ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મંત્રીઓને ખાતાની ફાળવણીકરી દેવામાં આવી છે. ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો છે. રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 9 મંત્રીઓ એમ મળીને કુલ 24 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ પછી મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ગુજરાતના નવા વરાયેલા મંત્રીઑમાંથી મોટાભાગના મંત્રીઑએ આજે જ ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે જીતુ વાઘાણી શિક્ષણ વિભાગનો ચાર્જ સંભાળતા એક્શનમાં આવી ગઈ છે.
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભૂપેન્દ્ર સરકારમાં શિક્ષણ ખાતાના મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ખાતાનો વહીવટ સંભાળ્યો હતો. જે બાદ શિક્ષણ ખાતાના મોટા અધિકારીઑ સાથે બેઠક કરી અગાઉની સરકારમાં ચાલી રહેલી શિક્ષણની યોજનાઑ અને ભવિષ્યના આયોજન વિશે લગભગ 2 કલાક બેઠક લઈ ગહન ચર્ચા કરી હતી. શિક્ષણ ખાતું સંભાળી રહેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી એક મોટો નિર્ણય લીધો છે. જો કે જીતુ વાઘાણી ને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત જીતુ વાઘાણીએ શૈક્ષણિક યોજનાઓ માટે 23 કરોડ અને 77 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી હતી. ગુજરાતના શિક્ષણને વધુ વેગવંતુ બનાવવા માટે આ નિર્ણય કર્યો હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. જુદી જુદી યોજનાઓ માટે આ ગ્રાન્ટ વપરાશે તેવી જાહેરાત પણ જીતુ વાઘાણીએ બેઠક દરમિયાન કરી હતી, અને અધિકારીઑને શિક્ષણની દરેક યોજનાને પાયા પર લાગુ કરવા તેમજ મુઝવતા પ્રશ્નોના જલ્દી નિકાલ માટે નિર્દેશ પણ કર્યા હતા.
જીતુ વાઘાણી ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે ચર્ચા વિચારણા
– સાંજે 5 કલાકે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં અધિકારીઓને મળશે
– બેઠકમાં સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેક્ટ અમલ બાબતે થશે ચર્ચા
– સ્કૂલ મર્જ જેવા મુદ્દાઓ બાબતે બેઠકમાં થશે ચર્ચા
– પ્રાથમિક શિક્ષણની તમામ યોજનાનું મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન થશે
– ધોરણ 1થી 5 ની સ્કૂલ શરૂ કરવા બાબતે બેઠકમાં થશે ચર્ચા
જીતુ વાઘાણીએ ગઈકાલે કહ્યું હતું કે મારી જવાબદારી નવયુવાનો, બાળકો, દીકરીઓ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે, વૈશ્વિક સ્પર્ધામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. આજના દીકરા-દીકરીઓ આંગણવાડીમાં મફત શિક્ષણ લઇ શકે છે આજે અને શિક્ષણમાં નવી તકનિકો માટે નવીન વિચારસરણી પણ કરવામાં આવશે.
જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, ૧૦૫ ભાવનગર ભાવનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ર૮ જુલાઇ, ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે.