જો કાલે નાં કરે નારાયણ ને વરસાદ વર્ષે તો, કેવડિયા કોલોનીમાં ખાતે આવો રહેશે PM મોદીના નો કાર્યક્રમ જાણો વિગતે.

આવતી કાલે એટલેકે ૩૧ ઓક્ટોમ્બર એ જયારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ૧ વર્ષ પૂર્ણ થાય છે.ત્યારેઆ અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કેવડિયા કોલોનીની મુલાકાત લઈ રહ્યા છે.ત્યારે ગુજરાતને માથે વરસાદ અને વરસાદને કારણે પાકમાં થયેલા નુકસાનના છાજીયા લેવાઈ રહ્યા છે પરંતુ તંત્રને વાવાઝોડા અને વરસાદથી થયેલા નુકસાન કરતા આવતી કાલે યોજાનારા કાર્યક્રમમાં વધારે રસ છે એટલે જ આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ત્યારે એક પ્રશ્ન ખુબજ ચર્ચિત છે.જો વરસાદ આવે તો શું.તો આવો જાણીએ વરસાદ આવે તો પણ આ કાર્યક્રમ અટકાવવામાં નહી આવે.31 ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે રજા.વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ તો થશે જ.પીએમ નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે.31 ઓક્ટોબર એકતા દિન ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કેવડિયા કોલોની આવી રહ્યા છે ત્યારે વરસાદમાં પણ ખાસ વ્યવસ્થા કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પ્રવાસીઓ માટે પૂરો દિવસ રજા રાખવામાં આવી છે. જે અંગે સ્ટેચ્યુ ના CEO આઈ.કે.પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી જરૂરી માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ના ચરણ પૂજન કરશે.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્મ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે કેવડિયા હેલી પેડ પર આવશે જ્યાંથી સીધા 8.15 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ના ચરણ પૂજન કરશે.વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી રોકાશે.8.30 કલાકે પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પોસ્ટ ,પોલીસ મેમોરિયલ મોમેન્ટો,તેમજ પ્રદર્શન ને ખુલ્લું મુકશે. 9.00 કલાકે પોલીસ અધિકારીઓને તેમજ ઉપસ્થતિ લોકોને સંબોધન કરશે 9.45 કલાકે પ્રોબેશનરી સનદી આધિકારીઓને સંબોધન કરશે. વિવધ પ્રકલ્પો ની મુલાકાત અને ઉદ્ઘાટન પણ કરશે આમ વડાપ્રધાન સાંજે 5 વાગ્યા સુધી રોકાશે.31 ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે રજા.

વધુ માં આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ કરી ટિકિટ ટાઇમિંગ માં પણ વધારો કરી સાવરે 8 થી સાંજે 8 વાગ્યા સુધી પ્રવાસીઓ ને ટિકિટ મળશે પરંતુ 31 ઓક્ટોબર ના રોજ પ્રવાસીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.વરસાદી માહોલમાં પણ કાર્યક્રમ તો થશે જ.વરસાદી માહોલમાં તંત્ર જો આવતી કાલે વરસાદ પડે તો ખાસ બંદોબસ્ત પણ કરી કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહે તેવી તમામ તૈયારીઓ કરી છે.જો કે અગાવથી જ બધી તૈયારી કરેલીજ છે.જેથી આગળ ચાલતા કોઈ મુશીબત નો સામનો નાં કરવો પડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top