મિત્રો આ મોરપીચનું ઘણું મહત્વ આપના સમાજમાં છે જે ભગવાન શ્રી કૃષ્ણના માથે પણ શોભે છે.આપણે મોરપીંછ નું નામ સાંભળીએ એટલે તરત જ આપણને સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવી જાય છે. અને તે શ્રી કૃષ્ણ ના મસ્તક પર સુંદર રીતે મોરપીંછ સજાવેલું હોય છે. આમ તો મોરપીંછ માં અનેક પ્રકાર ના રંગો સમાવિષ્ટ હોય છે. પરંતુ મોરપીંછ એ ફકત સુશોભન ના કાર્યો પૂરતુ જ ઉપયોગી નથી લેવાતું પણ આ સિવાય ઘણાં કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ અને ઘણાં બધા દેવી-દેવતાઓ ને મોરપીંછ ખુબજ પ્રિય છે.જેવા કે મા સરસ્વતી,મા લક્ષ્મી ,ઈન્દ્રદેવ , કાર્તિકેય તથા શ્રી ગણેશ. વગેરે મિત્રો પ્રાચીન સમય માં આ મોરપીંછ ની કલમો તેનાથી લખાણ કરીને વિશાળ ગ્રંથો ની રચના કરવામાં આવતી.મોરપીંછ વિશે અનેક કથાઓ પ્રચલિત છે.જે ઉપરાંત એક એવી માન્યતા પણ છે કે જયાં મોરપીંછ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી આવતી નથી.અને કદાચ આ જ કારણોસર લોકો પોતાના ઘરમા મોરપીંછ રાખે છે.
તો આજે આપણે આ મોરપીંછ ને ઘર માં રાખવાથી થતા ઘણા લાભો વિશે ચર્ચા કરીશું.તો ચાલો જાણીએ. આમ તો આ મોરપીંછ નું જેટલું મહત્વ ભારત માં છે તેટલું અન્ય કોઈપણ દેશમાં નથી. કારણ કે ભારત એક શ્રદ્ધા ભાવિ દેશ છે.અને એવી પણ માન્યતા છે કે મોરપીંછ નકારાત્મક ઉર્જા ને દૂર રાખવા માં સૌથી વધુ પ્રભાવશાળી સાબિત થાય છે.જેના કારણે તેને ઘરમાં રાખવાની પ્રથા છે. જો કે આમ તો ૨૦ મી સદી ના ઉતરાર્ધ માં સ્થિત પશ્ચિમી દેશોમાં મોરપીંછ ને દુર્ભાગ્ય નું પ્રતીક ગણતા. પરંતુ જયારે તેમને અહેસાસ થયો કે તેમની આ માન્યતા ખોટી છે ત્યારે તેમના દ્વારા પણ મોરપીંછ ને શુભ ચિહ્ન તરીકે સ્વીકારવા માં આવ્યું.
ભારત દેશ ની સમાન ગ્રીકમાં પણ મોરપીંછ ને ખુબજ મહત્વ આપવામાં આવે છે. ગ્રીકની માન્યતાઓ મુજબ જેની પણ સો આંખ હતી તેમના દ્વારા આ મોરપીંછ ની રચના કરવામાં આવી. જેથી ગ્રીક લોકો મોરપીંછ ને સ્વર્ગ અને બ્રહ્માંડ સાથે સંબંધ સરખાવે છે. હિન્દુ ધર્મ ના લોકો મોરપીંછ ને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ માને છે.દોસ્તો આપણે માતા લક્ષ્મી ને ધનની દેવી તરીકે પૂજીએ છીએ માટે જયારે પણ દેવી લક્ષ્મીનું પૂજન અર્ચન કરવા માં આવે ત્યારે તેમની પૂજા ની સામગ્રી માં મોરપીંછ અવશ્ય સામેલ કરવો જોઈએ.
આ ઉપરાંત એવી પણ માન્યતાઓ છે કે મોરપીંછ અને બંસરી સાથે જોડીને ઘર માં રાખવામાં આવે તો કુટુંબ દરેક ના સદસ્યો વચ્ચે ના સંબંધો માં સુધરે છે.મોરપીંછ દેખાવ માં જેટલું આકર્ષક લાગે છે તેટલું જ ઉપયોગી પણ છે. આ મોરપીંછ તમારા પર આવેલી દરેક સમસ્યા નું નિવારણ લાવી શકે.આમ જો તમારી કુંડળી પર ગ્રહો નો અશુભ પ્રભાવ હોય તો તમારે મોરપીંછ લઈને 21 વાર ગ્રહમંત્ર નું ઉચ્ચારણ કરી તેના પર પાણી છાંટી તેને બાજુ માં રાખી દેવું જેથી તમારી કુંડળી માં રહેલા તમામ દોષો દૂર થઈ જાય. અને તમને જીવનમાં શાંતિ મળશે.
આ ઉપરાંત જો તમે આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હોય તો રાધા-કૃષ્ણના મંદિર જઈને તેમના મુકુટ પર મોરપીંછ લગાવી ત્યાર બાદ તેને ૪૦ દિવસ બાદ આ મોરપીંછ ને તિજોરી માં મૂકી દેવું જેથી તમારી આર્થિક સ્થિતિમાં વધારો થશે.અને જો તમે તમારા બાળક ને ખરાબ નજર થી બચાવવા માંગતા હોય તો તમારે આ મોરપીંછ ચાંદી ના તાવીજ માં મઢાવી ને તમારા બાળક ના ગળા માં પહેરાવી દેવું.અને જો બાળક ખૂબ જ રડતું હોય અથવા કજીયા કરતું હોય તો તેના રૂમમાં પંખા પર મોરપીંછ લટકાવી દેવું જેથી તેની આ આદત માં સારું પરિવર્તન આવી જશે.
આ ઉપરાંત જો ઘર ના મુખ્ય પ્રવેશ દરવાજા પર મોરપીંછ લગાવવા માં આવે તો ઘર માં કોઈપણ પ્રકાર ની નકારાત્મક ઉર્જા પ્રવેશી શકશે નહી.અને સકારાત્મક ઊર્જા બની રહેશે. આ સિવાય જો આપણા ઘરના અગ્નિ ખૂણા માં મોરપીંછ લગાવવા માં આવે તો ઘરનો વાસ્તુદોષ દૂર થઈ જાય છે.અને આખા ઘર માં સકારાત્મકતા ઉર્જા ફેલાય છે.