જો તમે પણ ચહેરા પરનાં અણગમતા વાળથી પરેશાન છો તો અપનાવીલો આ સૌથી સરળ અને સૌથી અસરકારક ઉપાય પળભરમાં ગાયબ થઈ જશે વાળ.

હાલના જમાના માં ટાપ ટીપ થઈ ને ફરવું કોને નથી ગમતું અને તેમાં પણ ખાસ કરી ને મહિલાઓ ને હાલમાં દરેક સ્ત્રી ઈચ્છે છે એનો ચહેરો બીજા ની સામે ખૂબ સુંદર દેખાય, પણ એમના ચહેરા પર ના વાળ થી ખૂબ કંટાળે છે અને એ વાળ ની દૂર કરવા ઘણી ક્રિમો નો ઉપયોગ કરે છે.ચહેરા પરના અણગમતા વાળ જોવામાં ખૂબ ખરાબ લાગે છે. ચહેરાના વાળને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરે છે. પરંતુ વાળ આવી જાય છે. વારંવાર કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ચહેરા પર કેટલીક વખત ખરાબ અસર પડે છે.

પણ કોઈ ફરક નથી પડતો અને આજે તમને જાણ હશે કે તમારા ચહેરા ને સુંદર બનાવ વા માટે ઘણી ક્રિમો બજાર માં મળે છે પણ એ ક્રિમો તમારા ચહેરા ને આડ અસર પણ ક રી શકે છે કારણ કે એમાં મોટા પ્રમાણ માં કેમિકલ નો ઉપયોગ થતો હોય છે.અને તમારા ચહેરા પર ઉગેલા અણગમતા વાળ ચહેરાની રોનક બગાડે છે.એવામાં તમે કેટલીક ઘરેલું વસ્તુઓ મિક્સ કરીને ફેસપેક બનાવી શકો છો. આ પેકને લગાવવાથી ચહેરા પરના વાળ દૂર થઇ જશે. તો આવો જોઇએ કેટલાક એવા ઘરેલું નુસખા જે ચહેરા પરના અણગમતા વાળની સમસ્યાથી કાયમ માટે છૂટકારો અપાવશે.

હળદર અને અડદની દાળ નું મિશ્રણ.

જો તમે પણ તમારા ચહેરા ના વાળ ને સરળ રીતે દૂર કરવા માંગો છો તો પહેલા તમે અડદની દાળ નું મિશ્રન બનાવી લો, અને ત્યાર બાદ આ મિશ્રણ માં જરુરી પ્રમાણ માં પાણી અને હળદર મિક્સ કરો.અને પછી તમે આ તૈયાર થયેલ મિશ્રણ ને તમારા ચહેરા પર લગાવીદો અને એને થોડા સમય સુધી સુકાવા દો, અને પછી સ્ક્રબ કરીને ચહેરાને હળવા હાથે મસાજ કરો. પછી ચહેરો પાણીથી સાફ કરી લો.

લીંબુ અને ખાંડ.

આ ક્રીમ બનાવવા માટે તમે 2 ચમચી ખાંડ સાથે 2 ટીસ્પૂન લીંબુનો રસ એક વાડકી માં મિક્સ કરો. અને ત્યાર બાદ આ પેસ્ટ માં પાણી ઉમેરી એને થોડા સમય સુધી હલાવો, અને આ મિશ્રણ તમારા ચહેરા ત્યાં સુધી રાખો જ્યાં સુધી તમારો ચહેરો સુકાઈ ના જાય. અને તમે થોડા સમય બાદ એને ધોઈ લો.

લીંબુ અને મધ.

તમે આ પેસ્ટ ને બનાવવા માટે 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરો. પછી તમે એમાં મેંદો મિક્સ કરો. અને પછી આ પેસ્ટ ને તમારા ચહેરા પર લગાવી દો, અને થોડા સમય માટે સુકાવા દો, પછી સ્ક્રબ કરી ને તમારા ચહેરા ને સાફ કરી લો, જો તમે પણ તમારા ચહેરા ના વાળ થી હેરાન પરેશાન હોય તો તમારે પણ આ ઉપાય જરૂર કરવા જોઈએ.

મસૂર દાળ અને બટેટા

મસૂરની દાળ અને બટેટાનું માસ્ક લગાવવાથી પણ ચહેરા પરના અણગમતા વાળ દૂર કરી શકા છે.માસ્ક બનાવવા માટે એક બાઉલમાં મસૂરની દાળને આખી રાત પલાળીને રાખો. બીજા દિવસે આ દાળને પીસી લો. હવે તેમા બાફેલા બટેટા મશળીને મિક્સ કરી લો.હવે એક ચમચી મધમાં લીંબુનો રસ મિક્સ કરી લો. આ મિશ્રણને આશરે અડધો કલાક ચહેરા પર લગાવ્યા પછી તેને રગડીને નીકાળી લો.આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top