મિત્રો ઘણા લોકો એવો ખોરાક લેતાં હોય છે જે શરીર માટે ખુબજ હાનિકારક સાબિત થઈ શકે છે.ઘણી વખતે તમે જેને હેલ્દી ખોરાક સમજી ને ખાવ છો તે હેલ્દી હોતું નથી.જેમ કે ઘણા લોકો અમુક વસ્તુમાં એવી વસ્તુઓ ઉમેરી અને પછી તેનું સેવન કરતા હોય છે અને તેમને એવું લાગતું હોય છે કે આ ખોરાક તેમના માટે ખુબજ હેલ્દી છે પરંતુ સચ્ચાઈ એવી હોતી નથીઆજે એવાજ એક ખોરાક ખાવાની રીત કે જેમાં તમે અલગ અલગ વસ્તુઓને ભેગી કરીને ખાવ છો તે તમારા માટે કેટલું નુકશાન કારક છે તેના અંગે આજે મે તમને જણાવીશું.લગભગ દરેક લોકો આ ભૂલ કરતા જ હોય છે કોઈપણ ફ્રૂટ ને તેઓ ગમેતે પ્રવાહી સાથે લઈ લેતા હોય છે.મોટાભાગના લોકો માને છે કે દૂધ તથા કેળા સાથે ખાવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થશે.જીમમાં જતા લોકો દૂધ તથા કેળા એક સાથે ખાતા હોય છે.આપણે આને પૌષ્ટિક માનીએ છીએ.જોકે દૂધ તથા કેળા તબિયત માટે ઘણાં જ હાનિકારક છે.ડોક્ટર્સનું માનીએ તો દૂધ તથા કેળા એક સાથે ક્યારેય ખાવા જોઈએ નહીં.આટલુ જ નહીં કેળાનો જ્યૂસ એટલે કે બનાના શેક પણ પીવો જોઈએ નહીં.મિત્રો આ ખાવાથી ઘણું નુકશાન થાય છે આ રીતે એક સાથે સેવન કરવાથી શરીર પર તેની ખરાબ અસર પડે છે.હવે તમને થતું તો હશે કે આ અમે કયા આધાર પર કહી રહ્યા છે તો આવો જાણીએ આ મુદ્દે વિગતે.દૂધમાં વિટામીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન બી12 જેવા મિનરલ્સ છે.ડોક્ટર્સના મતે, 100 ગ્રામ દૂધમાં અંદાજે 42 કેલરી હોય છે.આ સાથે જ દૂધમાં ડાઈટટરીબ ફાઈબર, વિટામીન સી તથા કાર્બોહાઈડ્રેટ ઓછા પ્રમાણમાં હોય છે.વેજીટેરિયન લોકો માટે આ ઉત્તમ ફૂડ છે.ખાસ કરીને જ્યારે દૂધ અને કેળા નું સેવન એક સાથે કરવામા આવે છે ત્યારે તે શરીર માટે હાનિકારક સાબિત થઈ જાય છે માટે જો તમે પણ આ ભૂલ કરી રહ્યા હોય તો આજથીજ ચેતી જજો.આ વિષય પર એક ખાસ રીસર્ચ કરવામાં આવ્યું હતું હવે આ જો આપણે આ રીસર્ચ વિસે વાત કરીએ તો તેમાં કંઈક એવું છેકે કેળા તથા દૂધનું એક સાથે સેવન કરવાથી પાચનતંત્રમાં ખરાબી થાય છે.આ સાથે જ સાયનસની બીમારી રહેતી હોય તેમના માટે કેળા તથા દૂધનું એક સાથે સેવન ઝેર સમાન છે.100 ગ્રામ દૂધમાં 42 કેલરી અને 100 ગ્રામ કેળામાં 89 કેલરી હોય છે.આ કોમ્બિનેશન તબિયત માટે સારુ નથી.આવી સ્થિતિમાં તમારા શરીરને વધારે નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.