સૂર્યદેવ યશ અને વૈભવના દેવાત
ભગવાન સૂર્યને પ્રાર્થના કરતા તે લોકો કહેતા હે સૂર્ય અમારે સંપત્તિ, સંતતિ કે ધન વૈભવ નથી જોઈતો પરંતુ હે સુર્ય દેવ.
જ્યા સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જગતના ચોકમાં અમારી આબરૂને અકબંધ રાખજો. રવિવારને સૂર્યનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવ યશ અને વૈભવના દેવાત છે. તેમની પૂજા કરી ધનધાન્ય, સુખ-સમૃદ્ધિ મેળવી શકાય છે.
આ રીતે મળશે ધન અને સમ્માન
રવિવાર સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને શત્રુઓથી સુરક્ષા માટે રવિવારનું વ્રત ઉત્તમ માનવામાં આવે છે. પણ તમારી અંદર વ્રત કરવાની ક્ષમતા ન હોય તો રવિવારે આ નાનકડો ઉપાય જરૂર કરો.
જો તમે આર્થિક મુશ્કેલીઓથી કંટાળી ગયા છો. ઘણા પ્રયત્નો કર્યા તેમ જથા હાથમાં પૈસા બચતા નથી. સમાજમાં લોકો તમને સમ્માનની દષ્ટિથી જોતા નથી. જો રવિવારે આ ઉપાય કરશો તો તમને મળશે ધન અને સમ્માન.
દૂધનો ગ્લાસ ભરીને મૂકો
રવિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ ભરીને તમારા બેડ પાસે રાખીને સૂઈ જાવ. ગ્લાસ મૂકો ત્યારે ધ્યાન રાખવું કે ગ્લાસ ઊંઘમાં તમારા હાથથી ઢોળાઈ ન જાય. જ્યારે પણ સમયે મળે ઘરમાં કાચુ દૂધ લાવીને રાખી લો, સૂર્યાસ્તના સમયે આ દૂધમાં થોડું ગંગાજળ અને મધ મિક્સ કરો.
દૂર થશે આર્થિક મુશ્કેલી
જો વ્યક્તિ રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા કરે છે, તો તેમને જીવનમાં સુખ અને વૈભવ પ્રાપ્ત થાય છે, સુર્ય દેવની પુજા અરાધના કરવાથી ઘરમાંથી ગરીબી દુર થાય છે અને વ્યક્તિને સામાજિક સ્તર પર માન-આદર મળે છે. સવારે ઉઠીને આ દૂધને નજીક આવેલા બાવળના થડમાં નાંખવું. દર રવિવારે આ ઉપાય કરવાથી તમારી આર્થિક મુશ્કેલી દૂર થઈ જશે અને તમને સુખ-સમૃદ્ધિ મળશે.