રાજસ્થાનના જોધપુર શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં એક મહિલા કોઈ કોલોનીના સુક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરતી જોવા મળી રહી છે. જ્યારે બોલાચાલી વધુ થતા અચાનક ગાર્ડે પહેલા મહિલાને થપ્પડ મારી દીધી હતી ત્યારબાદ ચપ્પલ કાઢીને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન સુક્યુરિટી ગાર્ડે મહિલાનો કોલર પકડી અપશબ્દો બોલતો પણ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. ઘટના આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. વીડિયો પોલીસના ધ્યાનમાં પણ આવી ગયો અને તેમને આ ઘટનાની સંપૂર્ણ જાણકારી પણ પ્રાપ્ત કરી લીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો શહેરના શિકારગઢમાં આવેલ આશાપૂર્ણા નૈનો મેક્સ કોલોનીનો રહેલો છે. અહીં ચિત્તૌડગઢની એક મહિલા ભાડા ઉપર વસવાટ કરી રહી છે. જ્યારે મહિલા બુધવારના રોજ એક યુવક સાથે કોલોનીમાં આવી ગઈ હતી. તો હાજર ગાર્ડે તેને રોકી હતી. આ દરમિયાન મહિલા પોતાના ટુવ્હીલર ઉપરથી ઉતરીને ગાર્ડ સાથે બોલાચાલી કરવા લાગી હતી.
આ દરમિયાન સુક્યુરિટી ગાર્ડ દ્વારા મહિલાને થપ્પડ મારવામાં આવી હતી. તેના જવાબમાં મહિલાએ ગાર્ડ ઉપર પણ હાથ ઉઠાવ્યો હતો. પોતાનું હેલ્મેટ ખોલીને તેના ઉપર હુમલો કરવા ગઈ હતી. પરંતુ તે દરમિયાન સુક્યુરિટી ગાર્ડે પોતાનું ચપ્પલ કાઢીને મહિલાને માર આપવા લાગ્યો હતો.
આ દરમિયાન અન્ય એક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરી નાખ્યો હતો. સીએમ અશોક ગહેલોતના ગૃહ જિલ્લામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા ઉપર મહિલા સુરક્ષાને લઇને અનેક પ્રશ્નો સવાલ ઊભા થઈ ગયા છે.
આ બાબતમાં ડીસીપી ભુવન ભૂષણ યાદવે જાણકારી આપતા કહ્યું છે કે, આશાપૂર્ણા નૈનો મેક્સ કોલોનીમાં ચિત્તોડગઢની એક મહિલા ભાડા ઉપર વસવાટ કરે છે. તેણે લાંબા સમયથી ભાડું આપ્યું નથી. લાઈટ બીલ પણ ભર્યું નથી. આવી સ્થિતિમાં તેનું કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું.
મહિલા જ્યારે એક યુવક સાથે કોલોનીમાં આવી તો સુક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેના પર મહિલા સુક્યુરિટી ગાર્ડ સાથે વિવાદમાં ઉતરી આવી હતી. સુક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં સામે આવી રહ્યું છે કે, મહિલાએ હજી સુધી મામલો નોંધાવવાની કવાયત હાથ ધરી નથી. ફરિયાદ દાખલ થયા બાદ કાર્યવાહી કરાશે.