International

વિશ્વની બે મહાસત્તા એક મંચ પરઃ થશે કંઈક મોટું!

દુનિયાની બે મોટી તાકાત અને શક્તિશાળી દેશો તરીકે ઓળખાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે જો બાઇડેને જિનેવામાં ઐતિહાસિક શિખર બેઠક કરી. પુતિને જણાવ્યું કે, આ વાતચીત દરમિયાન બંનેની વચ્ચે કોઈ કડવાશ નહોતી.

આ દરમિયાન બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વિવાદિત મુદ્દા ઉઠાવવામાં પાછળ નહીં રહે. બંને નેતાઓ વચ્ચે બુધવારે લગભગ ચાર કલાક સુધી બેઠક થઈ અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે યુએસ અને રશિયા એક યૂનિક ભાગીદારી શેર કરે છે. બંને દેશોએ એવો સંબંધ બનાવવો જોઈએ કે જે સ્થિર હોય અને જેના વિશે અનુમાન કરી શકાય.

જો બાઈડેને વધુમાં કહ્યું, ‘હું ઈચ્છુ છુ કે હું જે કહી રહ્યો છે તે કેમ કહી રહ્યો છું અને જે કરી રહ્યો છું તે કેમ કરી રહ્યો છું તે વ્લાદિમિર પુતિન સમજે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે માનવાધિકાર અમેરિકીઓના DNA માં છે, આથી તેઓ આ મુદ્દાને સતત ઉઠાવતા રહેશે. આ શિખર બેઠક બાદ અલગ અલગ ન્યૂઝ કોન્ફરન્સ શિડ્યૂલ કરવામાં આવી. જેનાથી તેની સફળતા પર શંકા પેદા થાય છે. 2018માં જ્યારે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી ત્યારે બંને નેતાઓના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. તે દરમિયાન પુતિને ટ્રમ્પને સોકર બોલ પણ ગિફ્ટ કર્યો હતો.

જો બાઇડેને ક્રિસ્ટલની બનેલી એક બાઇસનની મૂર્તિ પણ પુતિનને ભેટ કરી. બાઇસન અમેરિકાનું રાષ્ટ્રીય પ્રાણી છે. માનવામાં આવી રહ્યું છએ કે નાટોની સાથે જોડાયેલા ચશ્મા ગિફ્ટ કરીને બાઇડેને પુતિનને એક મોટો સંદેશ આપ્યો છે. એ પણ ત્યારે જ્યારે આ શિખર વાર્તાથી ઠીક પહેલા બ્રસેલ્સમાં નાટો દેશોની સાથે બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં બાઇડેને નાટો દેશોની સાથે સૈન્ય પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું અને પોતાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે રશિયા અને ચીનની વિરુદ્ધ પોતાની તૈયારીઓને વધારે મજબૂત કરે.

બેઠકમાં બંને નેતાઓ સાઈબર સુરક્ષા પર પરામર્શ કરવા માટે સહમત થઈ ગયા. આ ઉપરાંત અમેરિકા અને રશિયાના રાજદૂતોની વાપસી સાથે જ કેદીઓની અદલાબદલીને લઈને પણ બંને વચ્ચે કરાર થઈ શકે છે. આ બેઠકમાં હથિયારોને નિયંત્રિત કરવા અંગે પણ વાતચીત થઈ. નોંધનીય છે કે આ બેઠક એવા સમયે થઈ કે જ્યારે બંને દેશોના સંબંધ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker