યુએસ પ્રમુખ જો બિડેને સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેઓએ ગયા અઠવાડિયાના અંતમાં કરેલી તેમની ટિપ્પણીમાંથી કંઈ પાછું લઈ રહ્યા નથી કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સત્તામાં રહેવાને લાયક નથી. બિડેને જો કે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ મોસ્કોમાં સત્તા પરિવર્તનનું આહ્વાન કરી રહ્યા ન હતા. બિડેને કહ્યું કે તેઓ ચિંતિત નથી કે તેમની ટિપ્પણી યુક્રેનમાં યુદ્ધને લઈને તણાવમાં વધારો કરશે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આ ફક્ત એક સરળ વાતને સ્પષ્ટ કરવા માટે છે કે આ પ્રકારનું વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું, ‘હું જે નૈતિક આક્રોશ અનુભવી રહ્યો હતો તે વ્યક્ત કરી રહ્યો હતો. હું કશું પાછું લઈ રહ્યો નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું એક નીતિગત પરિવર્તનની વાત કરી રહ્યો હતો. આવા (પુતિન) લોકોએ દેશ પર શાસન કરવું જોઈએ નહીં, પરંતુ તેઓ કરે છે.’ તેણે એમ પણ કહ્યું કે, ‘હું મારી અંગત લાગણીઓ માટે કોઈ માફી માંગતો નથી.’
તમને જણાવી દઈએ કે બિડેને શનિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે એક ભાષણમાં કહ્યું હતું કે ‘આ વ્યક્તિ સત્તામાં રહી શકે નહીં.’ જો કે, વ્હાઇટ હાઉસ અને અન્ય અમેરિકન અધિકારીઓએ તરત જ સ્પષ્ટ કરી દીધું કે બિડેન હકીકતમાં પુતિનને સત્તા પરથી હટાવવા વિશે વાત કરી રહ્યા ન હતા.
જર્મનીના ચાન્સેલરે પણ બિડેનની ટિપ્પણી પર સ્પષ્ટતા કરી
અગાઉ, જર્મન ચાન્સેલર ઓલાફ શ્કોલ્ઝે બિડેનની ટિપ્પણીને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે રશિયામાં શાસન પરિવર્તન ન તો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)નું અને ન તો યુએસ પ્રમુખ જો બિડેનનું લક્ષ્ય છે.
રવિવારે એઆરડી ટેલિવિઝન પર એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું પુતિનને હટાવવાનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે, શુલ્ટ્ઝે જવાબ આપ્યો, ‘તે નાટોનો હેતુ નથી કે ન તો યુએસ પ્રમુખનો હેતુ છે.’